________________
૧૯૬
વૈરાગી મહાત્માઓ પાસે પણ કોઈવાર ક્રોધ વિજયી બની જાય છે. કોઈવાર સમુદાયના સાધુ ગુસ્સો કરે ત્યારે તું મનની મસ્તીમાં હાલજે. સવાલજવાબ પ્રતિકાર, તર્કવિતર્ક ના કરતો. સાંભળવાની શક્તિ મેળવજે. સમુદાય છે. અવશ્ય ગુણી મહાત્માઓ રહેવાના. ગુણાનુરાગીના દારા તે તારા ગુણ ગાશે. તને ધન્યાત્મા.. પુણ્યાત્મા.. તમારા જેવા જ્ઞાની સેવાભાવી સંયમી દુર્લભ. તમારા દર્શને ધન્ય બન્યો. ત્યારે કહેજે અને માનજે પ્રભુના શાસનનું સાધુજીવન મહાન છે. સાધુપદમાં આ ગુણ હોય છે, આપના આશીર્વાદ અમોધ છે. આપની કૃપા મને આ ગુણોનો માલિક બનાવે, બાકી આપ જે કહે છે, તે આપના ગુણાનુરાગી સ્વભાવને કારણે છે. આપની દષ્ટિ ગુણ દષ્ટિ હોવાથી ગુણ દેખાય છે. બાકી મારી વાત તો જાહેરમાં કરવા જેવી નથી.
સમુદાયના કોઇ વાચાળ સાધુ તારી મશ્કરી કરી દે, પણ ભૂલે ચૂકે એ વાત દિલ પર લાવતો નહિ, બોલતો નહિ, બસ બહુ થાય તો એમ વિચારજે. જગતમાં કેવી વિચિત્રતા છે ! ગુલાબ સાથે કાંટા! મહાત્મા સાથે હાસ્ય ક્રિયા.આનાથી આગળ વધારે ક્યારે પણ વિચારતો નહિ, નહિતર તુ કર્મશાસ્ત્રના નિષ્ણાત છે તે નહિ માની શકાય
અપમાન સમયે પાપના ઉદયને વિચારવાનું છે–પણ માન સન્માનમાં આપણો પુરુષાર્થ બુદ્ધિ પ્રતિભાને આગળ કરવાનું નથી. ત્યાં પણ રોજ વિચારવાનું કર્મ" પરમાણુ તે તેના તેજ મેં જેવા અધ્યવસાય તે પરમાણ ગ્રહણ કર્યા, તે રૂપે પરિણમ્યાં. મારા શુભ અધ્યવસાય કયારે પરિણમે કર્મ પરમાણુને તીર્થકર નામ કર્મરૂપે પરિણમવું, મારામાં કયારે એવી તાકાત આવે, સર્વ સંવરભાવને સાધું.
મુનિ ! તારી સહનશીલતા જ્યારે પૃથ્વી સમાન થશે, ત્યારે દેવેન્દ્રો તારા ચરણે આળોટતા હશે. મોહનીય કર્મને ઉપશમ નહિ, ક્ષય થઈ જશે. પૃથ્વીસમાન સહનશીલ બનીશ ત્યારે અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ.