________________
૧૯૧
જેમ અયોગ્યનો અનાદર નહિ કરવાને, તેમ યોગ્યના સન્માન પણ અવશ્ય કરવાના. પૂ. હરિભદ્રસૂરિ મહારાજ કહે છે : બીજા મહાપુરુષ અવિહેડનો અર્થ ક્રોધ નિષ્ફળ કરવો તેમ કહે છે. મનક ! -
યાદ રાખી લે. સાધુતાની મજા તેના ભવ્ય પાલનમાં છે. સાધુનું મુખ સોહામણું હોય છે, એટલે દુનિયા તેની પાસે નથી આવતી. દુનિયા તેની સાચી આરાધના જોઈને ચરણરજ લેવા પડાપડી કરે છે, તેથી તારે ખૂબ સાવધાનીથી જીવવાનું છે. શકિત છતાં અયોગ્ય વિસ્થા કરનારાઓના અપમાન નહિ કરવાના શક્તિ સમજ મેળવીને યોગ્યના ઉચિત સન્માન દિલનાં અદકેરાં ભાવથી કરવાનાં. •
વિપરીન–અયોગ્ય દેખતાં ક્રોધ આવી જાય, ત્યારે પણ તેને અંદર સમાવી લેવાને, નિષ્ફળ કરી દેવાને તું અવિહેડક થઈશ. અને તે દારા તારી સાધુતા પૂર્ણ કલાથી શોભતા ચંદ્રની જેમ સુશોભિત લાગશે.
આઠવર્ષના બાલમુનિને તે સમયના શાસનના ગચ્છાધારી પૂ. શäભવસૂરિ મહારાજના એકના એક પનોતા પુત્રને પણ સંયમજીવનમાં આટલી સૂક્ષ્મ સાવધાની રાખવાની પિતા બાલક જાણીને માફ કરતાં નથી. આઠ વર્ષના બાળકને પણ કડક નિયમ પાળવાના વિકચામાં, પાપમાં, ગપ્પામાં. આસકત પણ તિરસ્કાર નહિ કરવાને. આપણે શું કરવાનું ? સાધુ સાધુતાનો તિરસ્કાર કરે... અપમાન કરે. પિતાને સહવતી સાધક હીણો દેખાય, ઊણો દેખાય, તેવું સ્વપ્નમાં પણ કરે ?
આ જિનશાસનમાં લઘુસાધુને પણ તિરસ્કાર વજર્યું છે, તો વડીલ સાધુની અવહેલના તે ક્યાંથી થાય ? સમુદાયની શોભાની વદ્ધિ કરનાર શાસનની પ્રભાવના કરનાર જ્ઞાની તપસ્વીનો તિરરકાર