________________
૧૮૯
સાધુ થયો એટલે ત્યાગી થયો, જ્ઞાની થઈશ, વિદ્રાન બનીશ, હજાર જિજ્ઞાસુ આવશે, કેટલાયે ગામ ગપ્પાં મારનારાં આવશે, તારે સૌને સતપથ પર દોરવાના છે, તારે નેતા બનવાનું છે, ઉન્માર્ગથી દૂર કરવા જેહાદ જગાવવી પડશે. અસત્યનો પ્રતિકાર કરવો પડશે, પણ કયાંય કયારેય કોઈને તિરસ્કાર કરવાનું નહિ. ભૂલતા નહિ. તું સાધક છે, તારામાં દર્ય જોઈએ, ગાંભીર્ય જોઈએ, અજ્ઞાની સામે પણ રોષ નહિ કરવાને, જ્ઞાનીને પણ દોષ નહિ કાઢવાને, પાપીને તિરસ્કાર નહિ કરવાને, સમયને દુર્વ્યય કરનાર સામે પણ અપમાનથી નહિ વર્તવાનું. રાજકથા, ભકતકથા, દેશકથા, સ્ત્રીકથાના આસકતને તું જવાબ આપવામાં સમર્થ હોય, બધાંનાં મુખ બંધ કરવાની તારામાં શકિત હોય, પણ તિરસ્કાર ના કરાય.
વીતરાગની ક્ષમા કાયરનું હથિયાર નથી. વીતરાગની ક્ષમા શૂરવીરનું શસ્ત્ર છે. તારું દિલ કદાચ અધીરું થઈ જાય તે વિકથા કરનારને જોઈને એક ખૂણામાં જઇ પ્રેમથી સમજાવજે. શાસનદેવને પ્રાર્થના કરજે, તેઓની આદત સુધરે તે પ્રયત્ન કરજે, પણ તિરસ્કાર કરતે
નહિ.
તું સાધુ છે. ચોરાશીલાખ જીવયોનિના અનંત અનંત પ્રાણીને, જીવગણીને ગુરુ છે. ભૂલ કાઢે તે ગુરુ કે ભૂલ સુધારે તે ગુરુ? રસ્તામાં પથ્થર છે એવી બૂમ બીમાર અશકત મારે, સમર્થ બલવાન તે પથ્થર ઊઠાવે, પિતે પડયો ન હોય તોય બીજાને પતનમાંથી બચાવે. તું જિનાજ્ઞાભંજકનો પણ તિરસ્કાર ના કરે. તું જ્યારે જ્યારે તિરસ્કાર કરે, ત્યારે ત્યારે કરશે તિરસ્કાર પેલા અધમ અધ્યવસાયોને, અધમકર્મોને જેણે આ સિક્સદુશ આત્માઓને આજે એક રાજ્ય, એક સ્ત્રી અને પારકી પંચાતમાં લપેટી દીધાં છે,
અગાધ જ્ઞાનના માલિક ચૌદ પૂર્વને એક અંતર્મુહૂર્તમાં