________________
૪૧. અવિહેડએ જે સ ભિખુ આ
સત્તાધીશ બલવાન સામે ઝૂકી જવું અને કીડી સમા નિર્બલ સામે કટક લાવવું એ દુનિયાદારીની રીત છે. જ્યાં જવાબ ન આપી. શકે, ત્યાં મૌન રહે એ સંસારી.
ભૂખ હતી નહિ એટલે ખાધું નહિ, તો ઉપવાસી કહેવાય? શરીર રોગિષ્ઠ હતું એટલે સ્ત્રી છોડી, તે ત્યાગી કહેવાય ? પાપ કરીને આવ્યો છે. પૈસો હાથમાં આવતું નથી તે નિષ્પરિગ્રહી કહેવાય?
સુધા સમયે ઉપવાસનો લહાવો લૂંટવામાં મજા, યૌવનમાં ભેગો છોડવામાં શૂરવીરતા, ચારે બાજુ સમૃદ્ધિની છોળો ઊછળતી હોય ત્યારે સંસારને લાત મારવામાં સમર્થતા. . શૂરાના હાથમાં સમશેર શોભે, સમજુને સાધુતા વ્રત શોભે.
મનક ! વ્રત નહિ, મહાન લીધાં છે. એક નહિ, પાંચ લીધાં છે, પણ એકલા ઝાડથી ઉદ્યાન ના શોભે. ઉદ્યાનમાં વૃક્ષો પણ હોય, છોડ પણ હેય, લતા પણ હૈય, હરિયાળી ભૂમિ પણ હોય; તેમ તારા સાધુજીવનના ઉદ્યાનને શોભાવનારાં મહાવ્રત રૂપી વૃક્ષો તો હોવાં જ જોઈએ, પણ રાત્રિભોજનનો ત્યાગ, ખુલ્લા માથે અને અડવાણે પગે વિહાર, લોચ રૂપ અનેક સુંદર છોડ અનિવાર્ય ગણાય. શાનિ સરળતા, ઉદારતા, મૌન વૃત્તિ રૂપ લતાઓ ફૂલી ફાલવી જોઈએ. ભિક્ષુ બનવા અનેક મુખ્ય નિયમે, અને પેટા નિયમોનું પાલન ખૂબ જરૂરી છે, પણ આ બધામાં તારે એક મુખ્ય ગુણ પ્રાપ્ત કરવાનું છે. અવિહડક બનવાનું છે.