________________
૧૮૬
' ધ્રુવયોગી એટલે તેના શ્વા છુવાસમાં આગમ રમે. સ્વપ્નમાં પણ આગમનો અભ્યાસ કરે. આશ્રવ અને સંવરના જ વિચારમાં. કયાં આગમમાં આત્માનું વર્ણન, ક્યાં આગમમાં તત્ત્વોનું વર્ણન, કયાં ક્ષેત્રનું વર્ણન, કયાં આગમમાં આચારનું વર્ણન. - , -
ધ્રુવયોગી એટલે તેના આગમ પુસ્તકમાં નિહિ કબાટમાં નહિ, નોટમાં નહિ, ગુરુ જાણે તેમ પણ નહિ, આગમમય તેનાં મન, કાયા પણ આગમની અનુસાર જ પ્રવૃત્તિ કરે.
ધ્રુવયોગી એટલે સાધુજીવનની એક એક ક્ષણનું મૂલ્યાંકન કરનાર. ધ્રુવયોગી પાસે ઢીલી દાળ જેવી વાત ન હોય. દીક્ષા લીવે તો વર્ષો થયાં, પણ શું કરું? તબીયત સારી ન હતી, ખાસ બુદ્ધિ નહિ, અનુકૂળ રોગ નહિ, ભણવાનું મન થાય ત્યારે ભણાવનાર નહિ, ભણાવનાર હોય ત્યારે પુસ્તક નહિ, પુસ્તક આવે ત્યારે વિહારને સમય, ભકિતનો સમય, આવી વેવલી વાત ન કરે. .
ધ્રુવયોગી એટલે કહે: દેહ છે એટલે દેહના ધર્મો રહેવાના. પુણ્ય પ્રબલ નથી એટલે અનુકૂળ સંયોગ ન પણ મળે, પણ પ્રભુશાસન અને સંયમ મળ્યું, પછી બીજું શું જોઈએ? પ્રભુશાસન અને સંયમમાં તાકાત છે. દરેક પરિસ્થિતિ ઉપર વિજય મેળવી પ્રતિપળને ઉપયોગ કરવાની. - ધ્રુવયોગી કહે: જિનશાસનના દરેક યોગ એવો અનુપમ છે, જો મને સાધતાં આવડે, મેળવતાં આવડે, તે મોક્ષ મળે. મારે માટે રોગ. પણ કર્મ નિર્જરાકારક, મારે માટે પ્રતિકૂળતા, સહનશીલતાદાયક, મારે માટે પુસ્તકનો અભાવ ગુરુ સાનિધ્યનો દાયક. બેટા મનક!
કેવા પુણ્યશાળી છે. ચોસઠ ઈંદ્રો, અસંખ્ય દેવ તારા ભાગ્યની ઈર્ષા કરે છે. મારા જેવા પ્રૌઢને પણ થાય. અમે બીજા નંબરનો એક