________________
૧૮૪
લુના તાપ હરે, ભૂખ્યાની સુધા હરે, રોગીના રોગ હરે અને સહુને સ્વાશ્ય આપે. આ શક્તિ યોગ્ય સંસ્કારને અભાવે વિનાશ પામે.
મનક! તારામાં પણ સંસારીના સંતાપ હરવાની શક્તિ છે. તારામાં પણ અનેક જ્ઞાનપિપાસુઓની જ્ઞાનપિપાસા પૂર્ણ કરવાની શક્તિ છે. તારામાં પણ ભવરોગ હરવાની શકિત છે. તારામાં પણ આત્મિક સ્વાશ્ય પામવાની પમાડવાની શક્તિ છે.
પણ એ શક્તિ સહજમાં વિકસતી નથી. જેમ સો વાર ફીયા વગર ઘી વિષમારક ના બને, ઘીને વિષમારક ઔષધ બનાવવું હોય તે સો વાર ફીણવું જ પડે, તેમ સાધુ તારે તારા લક્ષ્યને શ્વાસેઙ્ગવાસમાં ઘુંટવું જ રહ્યું! - બળદગાડીને ચલાવનારો નીંદ લેતા જાય અને ગાડું ચલાવે, તે ચાલે, પણ મોટરનો ડ્રાયવર ગાડી ચલાવતાં નીંદ લે તો શું થાય? આગળ વિચાર. મોટરની ડ્રાયવર ગાડી ચલાવતાં આગળ પાછળ જતાં આવતાં લોકોને જોઈને તે ચલાવે, પણ વિમાનને ચાલક જરા અસાવધાન બને તો શું થાય? વિચારતાં જ ભયંકર હોનારત થાય.
સાધુ એટલે ચૌદ રાજલોકના જીવન અભયદાતા. તારા મનમાં તારા વચનમાં, તારી કાયામાં કંઈક ઉથલપાથલ થાય, તું જિનાજ્ઞા ભૂલે તો? શું થાય? આંખ મીંચી તારા અંદરનો અવાજ સાંભળ. તું ગભરાઇ ઊઠીશ. સહન નહિ કરે, તેથી જ સાધુ મનક! તને કહું છું, “જે ધ્રુવજોગી છે તે ભિક્ષુ”
- યમ, નિયમ, પ્રાણાયામ, આસન કરી દીધાં એટલે કદાચ તને કોઈ યોગી કહી દેશે, પણ તું એવા સસ્તા હલકા પદનો માલિક બને, એ મને ના ગમે, ધ્રુવયોગી બનવાનું છે.
તું કહીશ ધ્રુવયોગી એટલે નિશ્ચયયોગી કરીશ. ના ભાઈલા ના. વયોગીને માર્ગ એટલો સહેલો નથી. મહાવ્રત તો તે સ્વીકાર્યા છે.