________________
૪૦. પ્રવજોગી
પીળું એટલું સોનું નહિ. કાળી એટલી કસ્તૂરી નહિ. કાળા તે મરી પણ હોય. પુસ્તક પાસે હોવા માત્રથી વિદ્યાર્થી નહિ. એ તો અભણ ફેરિયો પણ હોય.
પુસ્તકોને ગંજ કોઈ ગ્રંથપાલ (લાઈબેરિયન) પાસે પણ હોય અને કોઈ પુસ્તકવિક્રેતા પાસે પણ હોય.
માથું મૂડેલું કોઈ બ્રાહ્મણનું પણ હોય અને શ્રમણનું પણ હેય. ભિક્ષુ મનક!
તું નિગ્રંથ શ્રમણ પરમાત્મા મહાવીરને સાધુ છે. તારે સામાન્ય જોગી, યતિ, લિંગિયાની જિંદગી જીવવાની નથી. તારે તો આત્મામાંથી પરમાત્માપદે જવાનું છે. તારી જિંદગીનાં મૂલ્ય કદાચ તું ના સમજે, પણ હું તો સમજું છું. માનવીની જિંદગીના એક અંતર્મુહૂર્તનું તને મૂલ્ય સમજાય છે.? બેટા ! એક અંતર્મુહૂર્તમાં નું ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી શકે છે. એક સમયમાં સાત રજુ ઊંચે જઈ શકે છે. શાશ્વત નિવાસી બની શકે છે. તારી શક્તિ નિહાળી છે. તેથી જ એ શક્તિ એળે ના જાય. એ શકિત કેન્દ્રિત થાય તે પહેલાં તેની અંદર અનંતનાં બીજ રોપી લઉં.
કેરીની ગોટલો ઉકરડામાં નાખે, તો પડયો પડયો સુકાય જાય છે. કેરીના ગોટલાને ખેતરમાં નાખે તો એકમાંથી અનેકને પેદા કરે, યાત્રા