________________
૧૮૧
કહેવું પડે કે તે માનવજન્મને સદુપયોગ નહિ, દુરુપયોગ કર્યો. લડત લડી રહ્યો છે, પણ ઉદ્દેશ ભૂલીને!
સાધક !
ભલા મહાતપસ્વી ! હું તે યુદ્ધની ભેરી જેવા રણકાર કરે ? ચુપ થા. મારી પાસે આવી હલકી વાત ના કર.. પ્રભુએ ફરમાવ્યું છે... નન્નત્યં નિજજરડ્ડયાએઁ તવ મહિફ઼િા” કર્મ નિર્જરાના એક પવિત્ર ધ્યેય સિવાય બીજા કોઈ પણ ધ્યેયથી તપ કરવાનું નહિ. .
જગતમાં નામ, કીર્તિ, વંદન, પૂજન મેળવવાના અનેક રસ્તા છે. શરીરને સૂકવવાની અનેક પ્રક્રિયા છે. પરાક્માં સુખ મેળવવાના અનેક ઉપાય છે. આ બધાં તુચ્છ સાધના માટે તુચ્છ વાસનાની પૂર્તિ માટે તપધર્મના ઉપયાગ ન થાય... તપતા આત્માની શુદ્ધિ માટે, વિચારોની પવિત્રતા માટે, આહારની આસકિત દૂર કરવા, અણહારી સિદ્ધ પરમાત્માના મિલન માટે કરવાનું, કરજને હટાવી પરમાત્મપદની પ્રાપ્તિ માટે કરવાને
પરમાત્મા મહાવીર ભગવંત મારા આરાધ્ય દેવ છે. તેમનું જીવન ચરિત્ર મારે સદા આદરણીય છે. તદ્ભવ મેક્ષગામી પરમાત્માએ નિકાચિત કર્મો સામે જંગ ખેલવા સાડા બાર વર્ષ તપ કર્યું, તો મારા તે અનંત અનંત જન્મનાં કર્યા બાકી છે. મારી મુક્તિ આ ભવમાં નથી, એ નિશ્ચિત છે; એટલે મારે તો ભગવાનનું શરણ લઈ કર્મ ક્ષય માટે અર્વશ્ય તપમાં અધિષ્ઠિત બનવાનું. તપ——ધર્મમાં સ્થિર બનવાનું.
હું કંઈ તાપસ નથી, શરીર સુકાવવા તપ કરું. હું તા સંયમી છું. નિર્જરાના ઈચ્છુક છું. તેથી મા સવનાત મારા કર્મોને તપા
વવા તપ કરું.
હું આહારના ત્યાગ આહારના ભયંકર તોફાન સમજીને કરું,