________________
૧૮૦
સત્કાર કરે, સન્માન કરે, તેમની સ્તુતિ કરે, તેમની કીર્તિના ગુણગાય. જગત જ્યારે તપસ્વી દારાધન્ય બની રહ્યું છે, ત્યારે તપસ્વીએ સાવધ બની જવાનું. બીજા કોઈને કોઈક વાર પરિષહ ઉપસર્ગ આવે. ત્યારે તપસ્વીને સદૈવ સતત પરિવહ ઉપસર્ગ આવે.
સારી દુનિયા શિર ઝુકાવતી હોય, ગુરુ સુખશાતા પૂછતા હોય, ત્યારે તપસ્વી પિતાના આત્માને પ્રશ્ન પૂછી રહ્યા હોય, સાધુ! તેં તપ શા માટે કર્યું? આલોકના માન સન્માનની ભૂખે? સૌ શાતા પૂછે માટે? સૌ ગૌરવ કરે માટે?
પુણ્ય વધે તે સૌભાગ્ય નામકર્મ ઉદયમાં આવે માટે? શરીર સૂકવવા માટે? શરીર નીરોગી બનાવવા? તપ દ્વારા લબ્ધિઓ પ્રાપ્ત થાય અને પ્રભાવક થવાય માટે? તપ દ્વારા વચન સિદ્ધિ થાય માટે? દુશમન પણ ચરણમાં ઝૂકે માટે? બિરુદ મળે માટે? ઉત્સવ મહોત્સવ થાય, કંકોત્રીમાં નામ આવે માટે? બધાં ગૌણ બની તારી મુખ્યતા. થાય તે માટે? આ લોકો કયો હેતુ સિદ્ધ કરવા તપ કર્યું? તું આસ્તિક છે? જન્મ અને મરણ સ્વીકારે છે? પપ અને પુણ્યને સ્વીકરે છે, તેથી પરલોકની ઋદ્ધિ અર્થે તપ કર્યું? આ જન્મમાં તપ કરીએ તે બીજા જન્મમાં રાજા, ચક્રવતી, ઈન્ટ બનાય માટે? બીજા જન્મમાં સૌંદર્ય મળે, સૌભાગ્ય મળે કાંતિયુક્ત દેહ મળે માટે તપ કર્યું? ચશ: કિર્તિની કામનાથી તપ કર્યું?
રસ્તો એક હોય છે પણ સૌના ધ્યેય અલગ હોય છે. બાલ આત્મન ! આજ મારી સાથે વાત કર. હાંડકાં ઓગળી નાખે એવું દુષ્કર તપ છે. ઘણી વાર તો મને જ પ્રશ્ન થાય છે. આ શરીરે તપધર્મ આચરવામાં આટલી મદદ કરી. કલ્પનામાં નથી આવતું કે આહાર કેમ છૂટયો? શું પારણામાં સુંદર આહાર મળે માટે? ગૌચરી જવાની માથાકૂટ ના કરવી પડે માટે? જો આ બધા તારા ઉદ્દેશ હોય છે