________________
*
સ
૧૭૫
નn
નિર્દોષ પવિત્ર છે, પણ જગત ક્યાંથી ચીંથરે વીટેલા રત્નનું મૂલ્ય સમજે ?
જગતના બહુધા જીવો કસ્તૂરી અને માટીના અંતર કયાંથી જાણે? એ તો કાળી એટલી માટી અને કાળી એટલી કસ્તૂરી આવું જ માનનારા.
જગતમાં મુખ્યતયા એ ગુણ–દોષનાં પરીક્ષણ હોતાં નથી. બહુધા અનુકરણ હોય છે. ટોળાના નાયકે સારું કહ્યું તો સૌ સારું કહેશે. ટોળાના નાયકે ટીખળ કરી તો સૌ ટીખળ કરશે.
જગત એટલે મુખ્યતયા મૂખ લોકનું ટોળું. તેમની કલ્પના, ભાવના, જ્ઞાન, બુદ્ધિ મુજબ લાગે તે સર્વશ્રેષ્ઠ. તેનાથી વિરુદ્ધ તેમની કલ્પના, ભાવના, જ્ઞાન અને બુદ્ધિમાં ન આવ્યું તે ખરાબ. ખુદનો ન્યાય ખુદની પાસે જ કરાવવું તે સાધનું પરમ કર્તવ્ય છે. જરાપણ ભળે ન થઈશ. જરાપણ કોમળ ન થઈશ. જેમ જગતના પ્રમાણપત્ર વડે આત્માને જાણવાનું નથી, તેમ એકલા તારા જ્ઞાન-ધ્યાન- તપ ત્યાગથી તારે તારા આત્માના સત્કાર સન્માન કરવાના નથી, પણ કઠોર શિક્ષકની અદાથી આત્માને ઓળખવાનો છે. બેચાર પ્રશ્ન પૂછીએ એટલે જેમ ખોટો માણસ પકડાઈ જાય તેમ આપણો આત્મા પણ પકડાઈ જાય.
દરેક પ્રશનને અંતે પૂછજે, રાગ તને સતાવી નથી ગયો ને ? ૮૫ તને રુદ્ર બનાવી નથી ગયો ને ? બધું જ કર્યું, પણ તારો આત્મા આ પ્રશ્નના જવાબમાં ગલાં મારે, હા–ના કરી આમ ગડબડિયો જવાબ આપે, તે સમજજે–તારા આત્માના ચોપડાનાં પાનાંને પાનાં ભરેલાં છે. કયાંય જ્ઞા નથી, પણ એકજ ભૂલ છે. ક્યાંય એકડો નથી, એકડા વગરનાં મીંડાં છે. એક મીંડું નહિ, એક લાખ મીંડાં છે,