________________
૩૮. વિયાણિઓ અપગમપણું
દુનિયામાં બની શકે કે સમાનવર્ણ, સમાન ઊંચાઈ, સમાનવય જોઈ કોઈ કોઈનામાં સમાનગુણ કલ્પી લે, પણ પ્રત્યેક વ્યક્તિએ પોતાના મૂલ્ય પિતાની રીતે જ વિચારવા જોઈએ.
દુનિયાના પ્રમાણપત્રો કોઈ દિવસ સાચા નથી હોતા. મોટાભાગે સમાજમાં સ્થાન મેળવવા પોતાનો પરિચય આપવા પ્રમાણપત્રો અપાય છે. - દુનિયા આજે જેને સર્વશ્રેષ્ઠ કહે છે, તેને જ આવતી કાલે કહેશે કે આના જેવો કોઈ અયોગ્ય મેં જોયો નથી.
સ્વાર્થી વ્યક્તિઓ સાચા દિલથી ઈની પ્રશંસા – અનુમોદના કરતા હોતા નથી. જો આપણે કોઈનું ખરાબ બોલીએ તો આપણું પણ કઈ ખરાબ બોલે; અને આપણે જો કોઈની પ્રશંસા કરીએ તો તે આપણી પ્રશંસા કરે. સ્વાર્થ જગતમાં ગુણ જોઈને ગુણી જોઇને કોઈ પ્રશંસા કરે છે, તેવું માની લેવાની અજાણે પણ ભૂલ ના કરી લેવી.
શિયાળ કાગડાભાઈના સ્વરની પણ સુંદર પ્રશંસા કરે છે. બિચારો ભેળો કાગડો સમજે છે, આ ભાઇ મારા સ્વરને રસિયો છે, લાવ મારું સંગીન સંભળાવું, પણ જ્યાં કાગડા મુખ ખોલે છે...ત્યાં શિયાળ કયાંક દેહી જાય છે, કાગડો વિચારે છે, શિયાળ કયાં ગયું ?