________________
૧૭)
બે – ત્રણ – ચાર શીખવા ન જવાય. ત્યાં પ્રોફેસરને ન કહેવાય મને. વાંચતાં શિખવાડો...ત્યાં સ્નાતક થવા જવાય. શેધન કરવા જવાય. અને પી. એચ. ડી થવા થીસિસ લખવા જવાય. તેમ ગુરુ પાસે દેહની કોમળતા, દેહના લાલન – પાલનની વાત કરવી તે પણ અધ્યાત્મભાવથી નિરપેક્ષ હોય તે ન જ શોભે.
ગુરુ પાસે તે એક જ પ્રાર્થના થાય જગતમાં દેહના વૈદ્યો ઘણા હતા. ધનના કીમિયાગરો ઘણા હતા, પણ એ બધાને છોડી દુનિયામાં જે ન મળે તે હિતનું અનુશાસન, હિતની શિક્ષા, હિતની ભાવના લેવા આપની પાસે આવ્યો છું.
હું મોહને દાસ, કદાચ કોઈવાર આપના હિતના અનુશાસનની. ઉદ્ધતાઈ, ઉપેક્ષા કરી દઉં – પણ તારક! આપના ચરણમાં મારી એક જ પ્રાર્થના છે, મારા હિતની ક્યારે પણ ઉપેક્ષા નહિ કરશો. મને સારા ગુરુ નથી જોઈતા, સાચા ગુરુ જોઇએ છે. આનું – આદેહનું હિત કરનારા માતાપિતા છોડયા છે. પરલોકનું આત્માનું હિત કરનારા આપ જ છો, તેથી આપના ચરણમાં આવ્યો છું. મારી ભૂલ થાય તો સુધારજો. આપ કહો અને સુધરું નહિ તો ઠપકો આપજો, ઠપકો સાંભળું નહિ તો મારી નિર્ભ ત્સુના તિરસ્કાર કરજો. તિરસ્કારથી રીઢ બને તો તાડના કરજે, પણ મને આપના તારક ચરણથી કયારે ય દૂર ના કરશો. દુનિયામાં મને સારા કહેનારા ઘણા મળવાના, પણ સાચો રાહ બતાવનાર કોઈ નહિ મળે. આપ જ મને શિલામાંથી મૂર્તિ રૂપે કંડારી શકે. હું આપની કલાનું એક શિલ્પ બનું તો પણ ધન્ય બનું.
પ્રભુ ! મને સારણ – વારણ – ચેયણા – પડિચેયણાથી ધન્ય બનાવો. આપના પવિત્ર સમ્રાજ્યમાં આપનાં તપ, ત્યાગ, જ્ઞાનની દિવ્ય જ્યોનિ મારા અંધકાર ભર્યા અંતરમાં જ્ઞાનના પ્રકાશ પાથરશે.