________________
૧૬૮
પશુ છે. મ્યુઝિયમમાં કે સર્કસમાં રહેવા માટે પશુને પણ કડક શિક્ષા સહવી જરૂરી છે, તે શિષ્ય બનવા અનુશાસન કેટલું જરૂરી હોય તે તું વિચાર.
ગુરુ તેનું નામ જે શિષ્યને ઊધ્ધકરણની અનુપમ પ્રક્રિયા દર્શાવે.”
શિષ્ય તેનું નામ જે હિતના અનુશાસનને ઈચ્છે, ચાહે, અભિલાષા કરે, પ્રાર્થના કરે.
હિતની ઈચ્છા એટલે ગુરુએ પોતાને સારી વાત કીધી હોય તે સ્વીકારી લેવી.
હિતની ચાહના એટલે ગુરુએ કોઈને પણ હિતથી વાત સમજાવી હોય, તે સાંભળીને સ્વીકારી લેવી.
| હિતની અભિલાષા એટલે જાગતાં, બેસતાં, ઊઠતાં ક્યાંય કેઈની પાસે કોઈને પણ ગુરુએ જે હિતની વાત કરી હોય, તે સાંભળવાની સતત ઈચ્છા રહે અને મને જ હુકમ કર્યો છે, તેમ માની શિરસાવંદ્ય કરે. હિતની પ્રાર્થના એટલે ગુરુદેવ તથા સહવર્તીને વારંવાર લળી લળીને કરગરીને કહે, “હું અજ્ઞાની છું. હું મૂર્ખ છું. હિતશિક્ષાનો ઈચ્છુક છું, મને વારંવાર કહેજો, મારી જરા પણ ઉપેક્ષા ન કરતા. મારી ગેરહાજરીમાં તમને પણ ગુરુ મહારાજે જે હિતશિક્ષા કહી તે સંભળાવજે. ગુરુની આજ્ઞાને, હિતભાવનાને હું પણ સાભળી, રવીકારી, આચરીને ધન્ય બનીશ.
મારા ગુરુના પ્રત્યેક આદેશે મારા સંપૂર્ણ હિત કરનાર – ગુરુની વાણીમાં ગુસ્સો આવે – ગુરુની આંખ લાલ બને, પણ તેમના હૈયામાંથી મારા હિત માટે સતત અમૃતસ્ત્રોત વહેતા જ હોય.
ગુરુનો પ્રત્યેક આદેશ - ચાહે એ કડકથી કહેલ હોય કે ઠંડકથી કહેલ હોય, પણ મારું હિત કરનાર જ.
ગુરુએ આંખમાં આંસુ સાથે વસો પંપાળતાં કહેલ વચન પણ