________________
૧૬૯
હિત કરનાર અને સત્તાનો વીંઝણો ઊંતા અમલદારની જેમ આંખમાંથી આગ વરસાવતા, બરાડ પાડીને પીઠ ઉપર કેર મારીને કહેલ કઠોર આજ્ઞા પણ મારું એકાંત હિત કરનારી.
આમ હિતના અનુશાસનને સ્વીકારું તે જ મારું શિષ્યત્વ સોળે કળાએ ખીલી ઊઠે. ગુરુના અનુકૂળ અનુશાસનમાં પ્રસન્ન રહું અને ગુરુના પ્રતિકૂળ અનુશાસનમાં ઉદૂવિઝ બનું, તે મારું શિષ્યત્વ લાજી ઊઠે.
વિનય સમાધિના ચાર ભેદમાં પહેલો ભેદ હિતશિક્ષાની ઇચ્છા, ચાહના, અભિલાષાની પ્રાર્થના કરે.
માંગ્યા વગર મળેલ ચીજના મૂલ્ય ન હોય. કરગરીને વિનવીને જે ચીજ મળે તેનું આપમેળે જ રક્ષણ થઈ જાય.
પ્રાર્થનાથી જે મળે તેની પાછળ દિલ દેવાય. દિલથી જે વસ્તુનાં જતન થાય, તેનાથી આત્માની જ્યોતિ પ્રગટે.
પુનઃ પુનઃ વિચાર કરી લેજે ગુરુને બેલવામાં મજા નથી આવતી. ગુરુને રઝક કરવાને કઇ રસ નથી, ગુરુ કોઈ હુકમ કરવાના એદી નથી. ગુરુને અખંડ સૌશ્વર્યના સ્વામી કહેવરાવવાની કોઈ ભાવના નથી, પણ મારા ચરણે, મારા શરણે આવેલો ધન્યાત્મા પ્રભુ શાસનદ્વારા મહાત્મા બની જાય એવી ભાવકરુણતા –- ભાવવ્યા છે
ઝવેરી શાકભાજીની સંભાળ રાખે? ઝવેરી તો રત્નોની પરીક્ષા કરે અને રત્નના મૂલ્ય કરે. ગુરુ દેહની કાળજી ના કરે તેમનું કર્તવ્ય દેહનાં લાવન – પાલનમાં સીમિત નથી. ગુરુ કે શેઠ પાસે પહેરેગીરનું કામ ન કરવા. ગુરુ પાસે દેહની કાળજીની જ માત્ર વાત ના ઉરચારાય.
ગુરુ આત્માની પરીક્ષા કરે, આત્મગુણોનું મૂલ્યાંકન કરે અને આત્મગુણોની અભિવૃદ્ધિ થાય તેવાં શિક્ષણ આપે. યુનિવર્સિટીમાં એક