________________
૧૪૪
કેણ સંવભાગી સારી રીતે ત્યાગ ન કરે તને ખબર છે ? જેને પિતાના પુણ્ય ઉપર વિશ્વાસ ન હોય તે – જેને ભકિતનો ભાવ ન સમજાયો હોય તે – જેને વડીલોમાં પૂજ્યતા ન લાગે તે – જેને લઘુપ્રત્યે વાત્સલ્ય પેદાન થાય તે – જેને લાભાંગરાય કર્મનો ક્ષયોપશમ પર ભરોસો ન હોય તે – જેને તીર્થકર બનવાની અભિલાષા ન જાગી હોય તે – જેને જીવમાત્રમાં સિદ્ધત્વના દર્શન ન થાય તે --
બોલ તું પુણ્યશાળી? તું નિસ્વાર્થી ? દાનધર્મ પ્રત્યે શ્રદ્ધાળું? ભક્તિ મોક્ષને માર્ગ માનનારે? પૂજયોને પૂજક? વાત્સલ્ય મૂર્તિ ? લાભાંતરાયને પશમી ? તું દિવ્યદષ્ટિનો સ્વામી ? જો આ ગુણ તારામાં હોય તે તું સદૈવ સમુદાયમાં રહેતા પૂજ્યોની ભકિતમાં તત્પર રહે. બાલ-વૃદ્ધ–ગ્લાનની સેવામાં સમુત્સુક રહે સહવનીંઓના સમ્યગ વિભાગ કરવા સમુત્સુક રહે. ક્યારે પણ સ્વાર્થી બની એક્લો પેટ ના ભરે. તું મુનિમાત્રમાં મોક્ષની ભાવના જુએ. તેમના મુમુક્ષુભાવમાં સહાયક થવાની તને અભિલાષા રહે | મુનિના ચરણે મસ્તક મૂકી વિનંતી કરે મને લાભ આપે તમે લાભ આપશો ? એ રીતે તમારા મુમુક્ષભાવનો મને ભાગીદાર બનાવશો? આરાધના તમારી અનુમોદના મારી. હું અને તમે સહીયારા વેપારી. તમારા લાભમાંથી મને પણ કંઈક આપો. આ ભાવનાથી જે સમયે જે યોગ્ય હોય તે આહાર, વસ્ત્ર, પાત્ર, ઉપધિનો તું સહુને વિભાગ કરે. સાચે વસ્ત્ર પાત્રના વિભાગ દ્વારા તેમની સાધનામાં તારો વિભાગ કરી લે. વાહ ! છોકરા ! વાહ ! ખરો હોંશિયાર ! અશાશ્વત આપીને શાશ્વતના સંબંધ બાંધનારે.
માની લે કે તું પુણ્યશાળી છે. તેને સુંદર–વસ્ત્ર–પાત્રા. ઉપધિ મળે છે. જલદી મળે છે. શું બીજાને મળવાના નથી ? સૌને સૌના