________________
૧૬૦
જોખમમાં છે. તારું અજ્ઞાન – તારા પર આકર્ષણ...માહની વિઘા જમાવી રહ્યુ છે. તેથી જ કહું છું. અકુતૂહલી બને છે તે જ્ગત્ પૂજ્ય બને છે. તું તીર્થંકર પરમાત્માના સેવક અને કુતૂહલવૃત્તિ તારામાં પેદા થાય ? ચારિત્રરાજના ~~ મહેલમાં માહની ગુંડાગીરી. સાવધ બની જા... માહ તારા રાજ્યમાં પ્રવેશ કરી ખેદાન મેદાન કરે, તે પહેલાં તારા જ્ઞાનદુર્ગને મજબૂત કરી લે.
આજે પણ કેટલાય શાસ્ત્રીય સંગીતકારો કહે છે, અમારે ત્યાં ત્રણ ત્રણ પેઢીથી સંગીતની સાધના થઇ રહી છે અને તાલ - લય મૂર્છાનામાં એવા લીન બની જઈએ છીએ, તેમાં અમે જાત અને દુનિયાને ભૂલી જઈએ છીએ...અમારાં બાળકો એમ. એ. બી. એ. ઈજનેર છે, પણ તેમણે ફિલ્મ જોઈ નથી. નેવેલ વાંચી નથી. એમ નહિ તેઓને મન થતું નથી. કહે છે સત્ય છેાડીને અસત્યને કાં જોઈએ !
આઈન્સ્ટાઈનને પૂછજો, તમે કેટલા ખેલ નાટક સર્કસ જોયેલાં ? જવાબ શું આવશે હા કે ના ? આઈન્સ્ટાઈન કહે કદાચ મને તમે ત્યાં લઇ ગયા હૈ। તા મારુ શરીર ત્યાં હાય, પણ મારું મન તો મારી વિચારણામાં જ હોય.
જે તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થી છે, કે જે જિનના ભકત છે, જે સુગુરુના વિનીત શિષ્ય છે, જે સાધુ જિતેન્દ્રિય છે, તે તેનામાં કુતૂહલતા પેદા કેમ થાય ? કુતૂહલ ઍટલે ઉદ્દેશ્ય વિનાની ઉત્સુકતા સ્વને ભૂલાવે છે. સ્વ ભૂલાય છે, એટલે મેહને છૂટો દાર મળે છે, માહનું તોફાન શરૂ થયું એટલે ઈન્દ્રિયો તેની અનુચરી દાસી બની જશે. બેકાબૂ ઈંદ્રિયા વિષયમાં વિવશ બનશે. વિષય કષાયને નેતરશે ..અંતે સાધકના વિજય હારમાં પલટાઈ જાય છે.
સાધકને જ્યાં વિષમભાવ દેખાય ત્યાં કરુણા પેદા થાય, સાધકને જ્યાં ઉન્નત ભાવ દેખાય ત્યાં પુણ્યના પ્રભાવ ખ્યાલમાં આવે. સાધુને