________________
૩૫. અકેલે સયા સ પુરજો .
ખેડૂત વરસાદ પરથી ધાન્યની ઉત્પત્તિનો નિર્ણય કરી લે. ખેતરમાં પાક આવ્યા પછી તેને હાયવોય કે હર્ષ ના થાય, કારણ પાક કેવો આવશે તે તેણે જાણી લીધેલ. ઉદ્યમાત તો વેપારીને થાય, ખેડૂતને નહિ,
સંસ્કારી માતા બાલક ગર્ભમાં આવ્યો અને શું સ્વપ્ન આવ્યું તેના પરથી ભાવિનો નિર્ણય કરે. જન્મ બાદ મુખ જોઇને તો લોકો નિર્ણય કરે....મા નહિ. “મા” તે સ્વપ્નની સાકારતા દેખે.
- સાધક મનક! તેં પ્રભુશાસનનું જ્ઞાન મેળવ્યું. જીવ અને અજીવના ભેદ જાણ્યા, પાપ અને પુણ્યના ઉદય સમજ્યો? આશ્રક્રિયાને સંવરક્રિયાથા સ્વરૂપને સમજ્યો? કર્મબંધનનાં કારણો અને આત્માના મોક્ષ ઉપાય સમજ્યો? ક્રોધમાનના રૌદ્રરૂપ વિચાર્યા વિષય અને વાસનાના કારણે આત્માની થતી અધોગતિ જોઇ. સત્તા અને અધિકારનાં તોફાનો જોયાં...એકાન્તવાદ અને અનેકાંતવાદનાં રહસ્યો મેળવ્યાં સુદેવ–સુગુરુ સુધર્મના રવરૂપને સમજ્યો. કુદેવ કુગુરુ-કુધર્મનના સ્વરૂપને વિચાર્યા. સત્ સમાગમ અને દુર્જનના પરિચયને સમજ્યો, દેહપિપાસુ અને જ્ઞાનપિપાસુના ભેદને સમજ્યો. પત્નીભક્ત અને પિતૃભક્તની–પ્રવૃત્તિને સમજ્યો. અહંવાદ અને અંત્મવાદને સમજ્યો.
જિનેશ્વરભગવંતે ફરમાવેલ ચારે અનુયોગમાં નિષ્ણાત બન્યો. ચારે અતુગમાં દુનિયાનો એવો કયો પદાર્થ છે? કયો એવો ભાવ છે, કયું એવું પાત્ર છે કે જેનાં વર્ણને તને જાણવા ન મળ્યાં હોય. જગતની કોઇ વ્યક્તિ, કઈ પદાર્થ, કોઈ ભાવ, કોઈ વિદ્યા. કોઈ મંત્ર, કોઈ ચમત્કાર એવો છે કે તેને આકરી શકે? તારી આરાધના સાધનામાંથી તારા સ્વાધ્યાયમાંથી તને બહાર લઈ જઈ શકે ! નાટક તને ખુશ ના