________________
૧૫૬
પાત્ર બદલાય, પણ કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી અખંડ આરાધના ચાલુ રાખવાની. આરાધના ફકત ગુરના નામમંત્રની જ નહિ કરવાની, આરાધના ફક્ત ગુરુની મૂર્તિની જ નહિ કરવાની, આરાધના ફકત ગુરુના દેહની જ નહિ કરવાની, આરાધના ફકત ગુરુની આજ્ઞાની જ નહિ કરવાની, આવું તો ઘણા કરે. તારે પૂજ્ય બનવું છે. તારે પૂજયના અભિપ્રાયની આરાધના કરવાની ઈચ્છાની આરાધના કરવાની.
મને ખબર છે તારા મનના અટપટા પ્રશ્નની. તું શાસ્ત્રના ઓથે દલીલ કરવાને. હું તે મારા ગુરુના અભિપ્રાયની આરાધના કરવા તત્પર છું, પણ શું કરું? છદ્મસ્થ છું. કેવળજ્ઞાની નથી. કેવી રીતે મનના ભાવને જાણું? ગુરુના ભાવને સમજું તે આરાધના કરું ને?
આ વક્રતા છોડ. કઈ તને કંઈ કહે છે ત્યારે તે સ્પષ્ટ બોલે છે. તમારી વાણી જુદી છે. તમારું મન જુદું છે. તમારું વચન ભલે સારું કહે, પણ તમારી આંખમાં પ્રેમ દેખાતો નથી. વચન મીઠું છે, પણ વચનમાં સંભ્રમ દેખાતો નથી. તમે મુખેથી મીઠું બોલો છો, પણ તમારા મુખ ઉપર હાસ્ય દેખાતું નથી. તમે મારી સાથે વાત કરે છો, પણ તમારી દૃષ્ટિ વારંવાર ભૂમિ ઉપર જાય છે. એટલે કંટાળી આવે છે. વચનોથી સ્વાગત કરો છો, મારા સન્માનમાં બધી યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરે છે, પણ તમને બગાસાં આવે છે, તેથી તમને આનંદ નથી.
સમસ્ત સંસારને સમજવા માટે નુ માનસશાસ્ત્રને વેત્તા છે. જ્યાં જાય છે, ત્યાં શબ્દથી ભેળવાતું નથી, પણ જાસૂસવૃત્તિ કરી સના મનનો તાગ મેળવે છે. તો ભલા સાધક ! છદ્મસ્થ છું, અજ્ઞાની છું, હું શું જાણું આવી વક્રતા છોડી દે. તારી પાસે માનવના મનને જાણ વાની શકિત છે.
કદાચ માનવભાષા દ્વારા પોતાનો અભિપ્રાય ગુપ્ત રાખી શકે છે, પણ આકાર – ઈંગિત – નેત્ર મુખ હાથ ભાવવડે તેનો અભિપ્રાય પ્રગટ થઈ જ જાય છે.