________________
૧૫૪
માર્કે પાસ થઈ જાય પણ મેડીકલ અને એંજિનિયરીંગ માટે તેટલા પર્સન્ટ (માર્ક) યોગ્ય ન ગણાય.
વિશ્વની દરેક સત્તા – સ્થાન – મેળવવા કદાચ ૫–૬૦ ૭૦૮૦ ટકા માર્ક ચાલે પણ. પૂજ્ય બનવા. આરાધ્ય બનવા કડકમાં કડક પરિણામ (રીઝલ્ટ) જોઈએ. આઇ સી. એસ. ના વિદ્યાર્થી એમ ના કહી શકે: તમે અમને જે વિષય કરાવ્યો છે, તેમાંથી પૂછો. આઈ. સી. એસ.ના વિદ્યાથીને જે પ્રશ્ન પૂછે તેનો તત્કાળ જવાબ આવડે જોઇએ. તેમાં ઢીલ પણ ના ચાલે, ઢીલો જવાબ પણ ના ચાલે. તેમ જેને પૂજ્ય બનવું હોય તેનું શિક્ષણ અલગ, તેની તાલીમ અલગ, તેની પરીક્ષા પદ્ધતિ અલગ – કારણ પૂજ્યનું સ્થાન અલગ છે. જે સ્થાન પાસે વિશ્વના માધાતાઓ વામણા છે, જ્યાં સંપત્તિના કોઈ મૂલ્ય નથી. જ્યાં શિક્ષણની કોઈ ગણતરી નથી, જ્યાં ભૌતિક વિદ્યાની કોઈ લાગવગ ચાલતી નથી, જ્યાં મર્મકારની ઉપાસના ચાલતી નથી, જ્યાં અહકારની કયારેય આભડછેટ લાગતી નથી, ત્યાં પૂજ્યપદ છે. આવા પૂજ્યપદને તારે પ્રાપ્ત કરવું છે? આવા પૂજ્યપદની તને ચાહના છે?
પૂજ્ય બનવાની ચાહના કોને ન હોય ? મહાન બનવાની અભિલાષા કોને ન હોય?
સાચી અભિલાષા હશે તો સાચી આરાધના – કપરી સાધના કઠોર પરિશ્રમથી તું કંટાળીશ નહિ, ત્યાગીશ નહિ. અધૂરી આરાધનાએ બિસ્તરાપોટલાં બાંધીશ રવાના થઇશ નહિ. એકવાર નહિ, એક લાખ વાર વિચાર કરી લે. નિર્ણય કરી લે પછી તને પૂજ્ય બનવાની પ્રક્રિયા સમજાવું.
* * * હા એ પણ તારી નિત્યનોંધમાં લખી લે. પૂજ્ય બનવાની આરાધના અવશ્ય કઠિન છે, પણ અશક્ય નથી. પ્રયત્ન સાધ્ય છે, પણ અલ્પ પ્રયત્નથી પ્રાપ્ત થાય તેવી નથી.