________________
૧૫૯
કરી શકે? કોઈ બુદ્ધિમાનને ખુદની મશ્કરી પસંદ આવે? નાટક તારા જ જન્માંતરમાં મેહને આધીન બની કરેલાં ભાવાનું હૂબહુ વર્ણન છે. નાટક જોતાં તું લાજી મરે? તો સાધુ નાટક કરે એ સ્વપ્નમાં પણ ક્યાંથી બને? આંખ ચઢાવવીમુખ મચકોડવું. ચાળા પાડવા નકલ કરવી...આ બધાં કુતૂહલવૃત્તિનાં તેફાન છે, તેથી તેવું કરવામાં કઈ ભલીવાર નથી, તેવું જોવામાં કશો લાભ નથી.
સાચા સાધુ અકુતૂહલી હોય છે. સાધુને કુતૂહલ આકર્ષે નહિ... સાધુ કુતૂહલ કરે નહિ.
કુતૂહલ જોવાની ઈચ્છા આત્માર્થીમાં થાય નહિ. કુતૂહલ જોવાની ઇચ્છા જ્ઞાનાર્થીમાં થાય નહિ.
કુતુહલ એટલે કોને ખેંચવાની એક પ્રક્રિયા સત્યને આકર્ષવા ના પડે. જૂઠને સૌને નિમંત્રવા પડે.
ફૂલે કયારે પણ કહ્યું છે, મારી સુગંધ લેવા આવે, મારું સૌંદર્ય જેવા આવે. ફૂલ તો કહે છે, આંખ છે તેને મારું સૌ દર્ય દેખાઈ જશે. નાક છે તેને મારી સુવાસ બોલાવી લાવશે.
સાધનાનો કપરો માર્ગ સ્વીકાર્યા બાદ જગતતત્ત્વને સમજ્યા બાદ કુતૂહલ કેમ પેદા થાય? કુતૂહલનું કરતૂત જાણ્યા બાદ તેના આક
ણ કેમ થાય ! જગતને કયો એવો ભાવ છે જે ઉત્સુકતા પેદા કરી શકે કુતૂહલ અજ્ઞાની અને મહીને થાય. જ્ઞાનીને જિજ્ઞાસા થાય, રહસ્ય મેળવવાની જિજ્ઞાસા થાય, તે પણ સ્વ અને પરની એકાંતે હિતકર હોય તેવી વાત માટે જ.
મનક! તું જ્ઞાન પિપાસુ, જાણે – અજાણે કંઈક જાણી લેવાની કંઈક જોવાની – કંઈક ચમત્કાર સર્જવાની, કોઇક હાસ્ય પ્રયોગની, કોઈ જાદુ કરવાની કોઈ ખેલ કરવાની ઈચ્છા જાગી, તો સમજી લેજે. તારો આત્મસ્વભાવ પરાજયના પલ્લામાં બેસી રહ્યો છે. તારું જ્ઞાન