________________
• ૧૬૩
બેટા!
તને સર્વશાસ્ત્ર ભણાવું? સૂત્ર અર્થને પારગામી બનાવું, પણ આગમ અપાર છે અને તારું આયુષ્ય અલ્પ છે. થોડામાં ઘણું કહી દઉં.
જો ઘા મુહપત્તિ લેવા માત્રથી સાધુતા આવતી, તે પરમાભાએ ના ફરમાવ્યું હોત કે મહાનુભાવ! મેરૂપર્વત જેટલા એવા મુહપત્તિ લીધા, પણ તેના દ્વારા તારા દેહ સાધુ બન્યો. હવે મનને સાધુ બનાવ. આત્માને તારી સામે સારું દશવૈકાલિક સૂત્ર રાખી દીધું. હવે ફકત એટલું જ કહું છું.
હાહિ સાહુ ગુણ મેંચ અસહુ.
સાધુ યોગ્ય ગુણ ગ્રહણ કર. અસાધુ યોગ્ય દુર્ગુણ છોડ. છોડવાની અને લેવાની બે ક્રિયા સાથે જ કરવી પડશે.
ગંદુ પાણી ઘડામાંથી ફેંકે નહિ તે જુદી વાત, પણ તેમાં જ શોખ્ખા પાણીને સાથે રાખવાથી શું ફાયદો...ગંદુ પાણી ફેંકી દે અને ખાલી ઘડો રાખે તો પણ શું ફાયદો?
રાજા બને અને અન્યાયીને દેશપાર ન કરે તે ચાલે? રાજા બને અને પ્રમાણિકને પ્રોત્સાહન ના આપે તો ચાલે?
મનક! તું તારા આત્મસ્વભાવનો રાજા બન્યો છે. આધ્યાત્મિક ભાવ તારે મંત્રી છે. છાલક તારો દેશ છે. નિત્ય ક્રિયા – તપ – જય સ્વાધ્યાય તારી ચતુરગી સેવા છે. ચિન પ્રસન્નતા નારી નગરી છે. હવે મારે કોને તારું નાગરિકપદ આપવું છે? કયા અો જમાવી બેઠેલા દેશદ્રોહીના નાગરિકત્વના પરવાના રદ કરવાના છે? વિચાર કોઈના કહે ના ચાલતે, કોઇની સલાહ ના સ્વીકારતે..
દુનિયામાં કરોડે દવા હોય અને કરોડો મંત્ર હોય, પણ પણાને ચોગ્ય શું? એ તો ખુદે જ વિચારવું રહ્યું. હું તો તને પુન: પૂન, બે જ વાક્ય કહું છું.