________________
૧૫૭
જો તારે ગુરુના અભિપ્રાયની આરાધના કરવી જ હોય, તો તેઓની. છાયા બનીને રહેજે. તારા હૈયાની શુભ ભાવનાથી તું ગુરુના હાવ-- ભાવ – આકાર – ચેષ્ટા સમજી શકીશ અને તે દ્વારા તું તારા હૃદયમાં રહેલ અભિપ્રાયને સમજીશ. અભિપ્રાયની આરાધનાથી જ ગુરુની સેવાભકિત કરી શકીશ. આ કારણનું એક મહાત્માનો સેવક છે. જ્ઞાની અને ત્યાગીને સેવક છે. મહાત્મા જ્ઞાન અને ધ્યાનમાં રત રહેશે. તેથી પાણીની જરૂર હશે, ભેજનની જરૂર હશે, તે પણ બોલશે. પુસ્તક લાવો, કમલ લાવે, આરામ કરવો હશે તો પણ બોલશે. પાઠ લેવો છે ને? પણ તારે આજ્ઞાનું નહિ. અભિપ્રાયનું આરાધન કરવાનું છે. એટલે સમજવાનું મુખ સુકાય છે, તેથી પાણીની જરૂર છે. પગ લાંબા થઈ ગયા છે એટલે આરામની જરૂર છે.
શબ્દના સેવક બન્યા વગર ગુરુના અભિપ્રાયનો જે આરાધક બને છે તે સાચે પૂજ્ય બને છે. મનક!
મહાત્મા બન્ય, પરમાત્મા બનવા ગુરુના અભિપ્રાયની આરાધના કર અને સફળ બન. ગુરુદેવ!
મનક તો છ મહિનામાં કલ્યાણ કરવા આપના અભિપ્રાયને સમજ્યા તો જ દીક્ષિત બન્યા. અને શિક્ષિત બન્યા. હવે આશિપ તે અમને આપો. અમે પૂજ્યોના અભિપ્રાયની આરાધના કરીએ. આપ તે કૃપાળુ છે. એક વરદાન આપે ને. પૂજ્યોના અભિપ્રાયના આરાધક બનવાનું !
સાચું કહું છું, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. બીજું કંઈ પણ નહિ માગું.
બસ, આપના વરદાનની આશાએ વિરમું છું.