________________
૧૫૫
રાજમહેલના વિશાળ રાજભવનમાંથી રુદનનો અવાજ આવી - રહ્યો છે. કોણ રડી રહ્યું હશે ? કોણ બિચારો ગુન્હેગાર હશે ? કોણ તેની ઉપર જુલ્મ ગુજારતું હશે? દશ્ય આંખ સામે દેખાય છે, છતાં આંખ અને હૃદય માનવા તૈયાર નથી. રાજપુત્રનું રુદન, કડક સત્તાવાહી સ્વરે કઠોર અનુશાસન કરનાર રાજમાતાને પ્રેક્ષકો વિનંતિ કરી. રહ્યા છે. માતા, આપ તો ફૂલથી પણ કમળ છે અને આ શું ? આ ત્રણ વર્ષના માસૂમ બાલક ઉપર આ ભયંકર અત્યાચાર, ભયંકર તાડના, તર્જના? તેનાં વસ્ત્ર કયાં? પ્રજાજનો ! વચ્ચે ના આવો, તમે સામાન્ય છે. તમારાં શિક્ષણ, તમારી તાલીમ સામાન્ય હોય. આ માટે બાળક ભાવિન સમ્રાટ છે. જેને સમ્રાટ બનવું હોય તેના માટે શિસ્ત – કડક અનુશાસનનું પાલન જરૂરી છે. જે કડક અનુશાસન દ્વારા ઘડતર નહિ થાય, તો સારા દેશની જવાબદારી તે કેવી રીતે ઉઠાવી શકશે? તમને તેનું વર્તમાન દેખાય છે. મને ભાવિ દેખાય છે. તમારી દષ્ટિએ તે બાળક છે, મારી દૃષ્ટિએ સમ્રાટ છે, તેથી હું તેનું ઘડતર તે રીતે કરું છું. એક સમ્રાટની માતા કડક અનુશાસન કરી શકે અને જેને સમ્રાટ બનવું છે તે કડક અનુશાસન સહી શકે મહા મુનિ મનક!
તારે પૂજ્ય બનવાનું છે, તે પૂજ્ય બનવાની તાલીમ લેવી પડશે. સમ્રાટની માતા કડક કાયદો કરી શકે તો પૂજ્ય પિતા પ્રેરક પાઠ ના ભણાવી શકે? મહાત્મા !
મારે પૂજ્યની પૂજા કરવી છે. મને દર્શાવી પૂજ્યપૂજાની પદ્ધત્તિ... જરૂર હું સ્વીકારીશ. અને પૂજ્યની કૃપાને પાત્ર બનીશ. સાંભળ! આજ્ઞાનું પાલન રાજ્યકુળમાં, પણ. મુનિકુળમાં તો ગુરુના અભિપ્રાયને ઈચ્છાને, અણસારને અનુસરવાનું જ નહિ, પણ તેની આરાધના કરવાની. આરાધના આરાધ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચાલું રાખવાની. મુનિની આરાધના કયાં સુધી ચાલે? દેહ બદલાય, ભવ બદલાય