________________
૧૦
પડે, સઢનાં સુકાન કયારે ખેંચવા ને કયારે ઢીલા મૂકવા એ મને ના આવડે. ખારવાનું જોઈ બે હલેસાં મારું એટલે કપ્તાન ના થઈ જવાય.
મારી સમુદ્ર સફર ક્યારે સફળ થાય? સુકાની સુંદર હોય તો? કે હું સુકાનીના નિર્દેશ મુજબ આચરણ કરું તો?
ભૂલભૂલ એકવાર નહિ લાખ વાર
આપમાં મઝધાર હોડીને કિનારે લાવવાની તાકાત હતી, ત્યારે તે સુકાની બન્યા. સુકાની એટલે જ સુંદરતા, સુકાનીના માર્ગદર્શન મુજબ ચાલું તે જ મારી નૈયા સાગરને પાર પહોંચે. સંસાર સમુદ્રને પાર પામવા ચાહતા મુસાફર મનક!
જલસમુદ્રને પાર પામવા મુસાફરને સુકાનીના માર્ગદર્શનની જરૂર પડે તે ભવસમુદ્રને પાર કરવા તેને ગુરુની, ગુરુ અજ્ઞાની કેવી અને કેટલી જરૂર પડશે, તે શું વિચાર! ગુરુનિશ્રા અને ગુરુજ્ઞા વગર ક્રોધ – માયા – લોભ – ઈષ્ય – અસૂયા – મસૂરની ભંવરીને તુ કેમ પાર કરીશ? ક્રોધ – માન – માયા લેભ બહુરૂપીની માયાજાળ છે.
ક્રોધ પરહિતનું એવું સોહામણું રૂપ લઇને આવશે કે હું કયાં ગુસ્સો કરું છું? હું તો સાચી વાત કહું છું. મારે શું છે! હું તો તેમના હિત માટે જ કહું છું. પણ વડીલના નાતે સત્તા જોર જમાવી જશે. મોહક રૂપ પણ દેખાડશે. જે લાલ આંખ કરીશ તે જ બધા સમજી જશે. તને સમજાશે નહિ અને ધીમે ધીમે ગુસ્સો તારામાં ઘર કરી જશે
ગુરુ વગર તારા દિલમાં શાંતિના સામ્રાજ્ય કોણ સ્થાપશે? માનની મેલી વિદ્યામાં ધુરંધરો પણ આવી ગયા. ઘર કરીને રહેલ અભિમાન એવું મનમોહક રૂપ લઈને આવશે કે આપણું માન – સન્માન નહિ, પણ સાધુનાનું અપમાન થવા દેવાય?
ત્રિલોક પૂજ્ય દેવાધિદેવની સાધુતા સદૈવ વંદનીય જ રહી છે. કોની તાકાત છે સાધુ સાધુતાની મસ્તીમાં હોય અને એનું અપમાન
કરે?