________________
૩૩. નિદેવની પુણુ જે ગુરૂણું પર
વિશ્વને એક અદ્વિતીય ક્રમ છે. જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જેને મહાન બનવું છે, જેને સર્વોત્તમ બનવું છે, તેને ગુરુ જોઇએ, રાહબર જોઈએ. માર્ગદર્શક જોઇએ.
અફાટ સમુદ્રમાં મુસાફરી પ્રારંભી. નૌકા છે, અનુકૂળ પવન છે, મને નૌકા ચલાવતાં આવડે છે, પછી મારે કોની જરૂર? નાવિક ના જોઈએ. એ વાત કોઈ મુર્ખની એ વાત કોઈ બુદ્ધ ની. સાચે જેને સમુદ્રને પાર કરવો છે, તે નાવિકના–સુકાનીના પગ પકડીને કહેશે, તમે મારા કર્ણધાર બને, આપ કશું નહિ બોલતા – હલેસા હું જ મારીશ – આપને તકલીફ નહિ આપું – કાર્ય હું કરીશ, પણ આપ માત્ર દિશા જ બતાવજો. દિશાને જ નિર્દેશ કરજો.
મને કદાચ અનુભવ હશે – જ્ઞાન હશે, પણ તે શાંત સમુદ્રને પાર કરવાનું. પરંતુ પ્રલયકાળના તાંડવમાં જહાજનું સુકાન સંભાળવાની મારી તાકાત નહિ. નાવિક ! તમે છે તે પ્રલયકાળનું તાંડવ નૃત્ય જ ન આવે. કદાચ દિશા ચુકાય, નાવ અટકી જાય તેવું થાય તે પહેલાં જ આપના ચાના દિવ્ય તાપ જોઉં અને મારી ભૂલ સમજાઈ જાય. કદાચ હું મૂર્ખ આપની આંખને ના સમજી શકું, પણ આપ મારી શરણાગતિ એળે ના જવા દો. મારા વહાણને ના ડુબવા દો આપ મારા તારક અને રક્ષક બને. આ એક જલપ્રવાસીને એકરાર છે. દરિયાલાલ ક્યારે રૂઠે તે ન કહેવાય. ભરતી અને ઓટ કયારે પરિવર્તન પામે તે હું ન જાણી શકું, પવન કઈ દિશાનો છે તે મને ના ખબર