________________
૧૪૭
મહાત્મા !
વસ્ત્ર પાત્રમાં સહવર્તીઓનો સંવિભાગ કરવો તે કંઈ દુષ્કર કાર્ય નથી. એવું તે સંસારી પણ કરે, નું મહાત્મા તારી દષ્ટિ અને વિચારણા અનુપમ.
તને જે માન, સન્માન, યશ, કીર્તિ, ગુરુકૃપા મળે. તેમાં પણ સૌના સંવિભાગ કર, સમુદાયમાં જે ગુણો શીખ્યો છું, તે સંસ્કાર દાન મારા સહવતી ઓને આભારી છે. આ બધું તેમને ફાળે જાય છે.
નું વિદ્વાન બન્યો. અનેક ગ્રંથોનાં સર્જન કર્યું પણ લેખક – સાહિત્યકારના પદને પણ સવિભાગ કર મારા ગુરુદેવે જ્ઞાન આપ્યું, અનેક શાસ્ત્રકારોની રચના જોઇ. ગ્રંથ રચનાની પ્રેરણા મળી. મેં લખ્યું, કોઈએ સુધાર્યું, કોઈએ પ્રતિલિપિ કરી, કોઇએ ભકિત કરી મને સહાય કરી. આ બધાને આભાર. મુક્ત મને કહેજે, માનજે, પ્રસન્ન મને પુન: પુન: યાદ કરી ઋણ ચુકવજે.
તેં ઉત્કૃષ્ટ વિહાર કર્યા. સર્વોત્તમ ચારિત્રના પાલન કર્યા. ઘોર તપશ્ચર્યા કરી. ઉત્કૃષ્ટ ચારિત્રી, તપસ્વીના પણ સંવિભાગ કર. પૂર્વ મહાપુરુષોના આલંબને મારા ગુરુદેવના જીવન દ્વારા અજોડ પ્રેરણામૂર્તિ દ્વારા તથા સહાયે – હું તો મંદિરની ધ્વજા જે પણ સાચે આ બધા પાયાની શીલા સમા છે.
ગુરુકપા એ તું શાસન રક્ષક બન્યો. શારાના પ્રભાવક બન્યો, જગત આખું તારા ગીત ગાય, સારા વિશ્વમાં તારો યશ ગવાતો હોય, ત્યારે કહેજે પછી હું તે મારા ગુરુની દેરીસંચાર કઠપૂતળી જે. શોભાનો રાજા છું. બાકી મારા સહાયકો એટલા છે જેમની નોંધ ક તો એક ગ્રંથનું સર્જન થાય. આમ સર્વત્ર-સર્વ પ્રસંગે સાવિભાગ કરે તો મોક્ષ મળે.