________________
૧૪૬
છે. રોગ તમારા શરીરને કૃશ કરે છે, પણ તમે સ્વાધ્યાય દ્વારા તમારા આત્માને પુષ્ટ કરે. તમારી સેવાનો મને લાભ આપે. મને કર્મ નિર્જરામાં તત્પર બનાવો. બેલ મનક !
તે મહાત્માઓને આપ્યું કે મહાત્માઓએ તને આપ્યું? મોક્ષને ચાહક ! મેક્ષ આરાધક ! મુમુક્ષના વિભાગ ન કરે તો મોક્ષ મેળવી શકે? સંવિભાગ મુમુને ધર્મ છે. કોઈ વ્યક્તિ, કોઈ પંથ કે કઈ દેશવાસી, કોઈ ધર્મવાસી તેના ઉપર અધિકાર જમાવી શકતા નથી, પણ સંવિભાગ દ્વારા સૌ ધન્ય બની શકે છે.
એક સંસારીને સંસારમાં જીવવા હજારોની ચાપલૂસી અને કદમબોસી કરવી પડે છે. જાણે અજાણે કંઈક અયોગ્યની પણ યોગ્યતા બાલવી, કહેવી અને વર્ણવી પડે છે, ત્યારે સાધુનું પવિત્ર મસ્તક પવિત્રાત્માના ચરણમાં નમે. સાધુને શમ સ્વાર્થી બનીને નહિ, નિસ્વાર્થી બનીને કરવાને, શ્રેણિક મહારાજા જેવા ક્ષાયિક સમકિતીનું રાજ્ય પણ કોણિક જેવા પાપાત્માના હાથમાં.
ત્યારે સાધુ! તારું મમત્વ કોઈ ચીજ ઉપર નહિ, પણ તારા ઉપકરણ સાધન. તેમાં પણ કોનો વિભાગ ? સાધકને.
સાધકના વિભાગ દ્વારા સાધનાની સિદ્ધિ. મક !
સંવિભાગનો વિસ્તૃત અર્થ કર. કાર્યને બોજ મારા શિરે, પણ યશ સૌને વહેંચી આપવો. સદૈવ સૌની સ્મૃતિ તો સમ્યગ વિભાગ સંપૂર્ણ વિભાગ થશે. નહિતર જેમાં છૂટકો નથી તેમાં સૌના ભાગ. બાકી બધું મારા કારણે – મને – મારાથી મારા પ્રભાવ માટે આ તારી વાત ના હોય.