________________
૧૫૧
જાતનાં માન-સન્માન ભૂલવા મથીશ – જ્યાં સમુદાય અને / શાસનના સન્માનની વાત અને માન તારા કાનમાં કહેશે, ભાઈ ! શાસન કાજે તો કાંઈક કર. તેના માટે કેમ સાંખી લે છે?
ત્રિકાલાબાધિત પ્રભુશાસન અને તેની આરાધના એ કોઇ વ્યકિતને દાવો નથી. આર્ય લોહગુખ શાસનની ભાવના કાજે ગયા. ત્રિરાશીમતની સ્થાપના કરી આવ્યા. લોકોની વાહ વાહ તેમને એવી રાશી ગઈ કે ગુરુએ કીધું ભાઈ ! હવે ભૂલ સુધાર. ભૂલના સુધારી...ગુરુ તજ્યા, શું મેળવ્યું? ભવપતન, જન્મમરણના ચક.
મનક!
સાધુતાની સાધના માટે ગુરુ આજ્ઞાનું અનુસરણ અનિવાર્ય. ત્યાં શા માટે? શું લાભ? શું નુકસાન? આ બધા પ્રશ્નો તારી શરણાગતિને લજવશે. લાલ ઝંડી જુએ. તરત રૂક જા...કેમ? જોવો દે. શું થાય છે? એ પ્રશ્ન કરવા રહે, એ મર્મને સંશોધન કરવામાં સમય બગાડે તે બસ ખેલ ખલાસ.
ગુરુની આજ્ઞા સદૈવ અલંઘનીયા. ત્યાં પ્રશ્ન જ કરવાનું નહિ. ગુરુના ઉપકાર માટે નહિ, પણ તારા ખુદના મોટા ઉપકાર કાજે. ગુરુ ગૌતમ પણ પ્રભુની આજ્ઞા શિરસાવંઘ કરે, તે પછી તું કયો શાસ્ત્રપારગામી ?
શાસ્ત્રજ્ઞાન – વિદ્વતા – બુદ્ધિમત્તા સદૈવ વિનીત બનાવે, નમ્ર બનાવે, આજ્ઞાની શરણાગતિ શીખવાડે. ગુરુ આજ્ઞાનું જે અનુસરણ કરે તેને જ તેની તારકતાના રહસ્ય સમજાય.
લીલીઝંડી થઈ દોડવાનું, કેમ દોડવાનું એ પૂછવાનું નહિ. રૂક શા માટે લાલચંડી, આગે કદમ માટે લીલી ઝંડી કેમ? રંગ તો બધાના સમાન છે. મને આ રહસ્ય સમજાવો, પછી અનુસરું. આ પ્રશ્ન કોના? મૂર્ખના. બુદ્ધિમાન કહેશે વિશ્વના અકાટય સિદ્ધાંત સામે