________________
૩૨. અવિભાગી ન હુ તસ્સ મોક
કુવામાંથી જલ સીંચે તો નવું જળ આવે – વૃક્ષો પરથી ફળ લો તે નવા ફળો આવે – છોડ પરથી ફૂલ ચૂંટે તો નવા ફૂલો આવે. દાન આપો તે દાન દેવાના સાધન રૂપ પુણ્ય મળે.
લાભ પ્રક્રિયા પ્રદાનને આભારી છે. પ્રાપ્તિ – અભિવૃદ્ધિ અર્થે પ્રદાન કરે તે સંસારી.
પરિગ્રહની શુદ્ધિ માટે પ્રદાન કરે તે શ્રાવક.
પિતાના માટે જ શાસ્ત્રાજ્ઞાથી પ્રાપ્ત થયેલ સંયમ યોગ્ય સામગ્રીને સ વિભાગ કરે તે સાધુ.
મનક! કે ધન્યાત્મા છે. તારા મન, વચન, કાયાના યોગો જિનાજ્ઞાને આધીન છે, મોક્ષ તારું એય છે, ભકિત નારો માર્ગ છે. શુદ્ધિ તારી સખી છે. અમારા જેવા વૃદ્ધો અને પ્રૌઢો જોતા રહેશે. અને તું સંસાર અટવીને પાર પામી જઈશ. તારું જીવન અનુમોદના કરાવે છે. તારું જીવન પ્રેરણા આપે છે. તારી વય અને તારું સાહસ જતાં શિખામણ આપવાનું મન થઈ જાય છે.
• બેટા ! જેમ ક્રોધી, માની, માયાવીને મોક્ષ ન મળે તેમ અસંવિભાગી નહુ તસ મોકો, જે બીજાનો વિભાગ ન કરે તેને મોક્ષ ના મળે. મનક ! દયાન પૂર્વક સમજ. તારું પુણ્ય છે, તને વસ્ત્ર, પાત્ર, આહાર વસતિ સુલભ છે. પણ જો મળેલા સાધન – ઉપકરણમાં તારા સાધર્મિક સાધુઓને બરાબર ત્યાગ નહિં કરે તે મોક્ષ નહિ મળે.