________________
૧૩૭
કહે, અમુક રીતે કહે, એ બધી સોદાબાજી લેણા દેણીના સંબંધ. આજ્ઞાપાલન એટલે સંપૂર્ણ સ્વીકાર. સ્વીકાર બાદ કાર્ય તત્પરતા.
તેથી જ કહ્યું જ્ઞાન મેળવવા બે અસિધારવ્રત પાળવા પડશે. હવે તારો પ્રશ્ન હતો. કોની સેવા કરવાની? કોની આજ્ઞા પાલવાની? તેનો જવાબ સાંભળ...
આચાર્ય ભગવંતની – ઉપાધ્યાય ભગવંતની મને ખબર છે આ જવાબથી ખુશ થઈ જવાનો, તારું મોહી હૃદય કહે છે સમુદાયમાં એક આચાર્ય, એક ઉપાધ્યાય – શિષ્ય અનેક સૌને કયાં સેવા મળવાની? સૌને આજ્ઞા કયાંથી કરવાના? આપણી આ ભાવના પૂ. હરિભદ્રસૂરિ મહારાજ જાણે છે. તેથી કહે છે.
આચાર્યને અર્થ બોલ...
આચાર્ય એટલે સૂત્રાર્થના જાણકાર અને ગુરૂ પ્રદત્ત. પદાધિકારી ના...ભાઈ...ના...આટલો સીમિત અર્થ નથી કરવાને.
સૂત્ર અને અર્થ બંનેના જાણકાર તે આચાર્ય. સૂત્ર પ્રદાતા તે ઉપાધ્યાય.
ગુરૂએ પદ ઉપર સ્થાપ્યા કે નહિ પણ જેટલા જેટને સુત્રાર્થના જાણકાર તે આચાર્ય ખૂબ દીર્ધ વિચાર કર – સૂત્રનું તને જ્ઞાન આપ્યું કે કોઈને પણ જ્ઞાન આપ્યું છે ઉપાધ્યાય.
સૂત્ર અર્થરૂપ જ્ઞાનની પરંપરા દ્વારા જ શાસનની સ્થિરતા. શાસનનું અસ્તિત્વ એટલે શાસનના અસ્તિત્વ અંગે જેણે સૂત્રઅર્થના પ્રદાન કર્યા તે આચાર્ય ઉપાધ્યાય – આવા જ્ઞાનની સેવા આજ્ઞાપાલન જે કરે છે તેની શિક્ષા ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા બંને જલથી સી ચેલા વૃક્ષની જેમ નવપલ્લતિત થાય છે.