________________
૧૩૫૧
કરે તે ગુરૂની છાયા બનીને રહે. તેથી સેવક પર ગુરૂના દિવ્ય પરમાણું ફેલાય.
જે સેવા કરે તે ખુદની અનુકુળના ભૂલી જાય. જેની સેવા કરવાની તેની અનુકુળતા પ્રતિકુળતામાં આપણા આત્માને સીમિત કરી દેવાનો, સેવકને બહુધા મૌનવ્રત હોય એટલે શાંત સ્વસ્થ ચિત્તે સદૈવ ગુરૂની વાણી સંભળાય, ગુરૂના વ્યવહારમાં, વાતમાં, વર્તનમાં, સદા હિત ભર્યા હોય તેવું જોવા મળે. સેવકનું નુચ્છ નામ પણ ઘડી ઘડી ગુરૂ મુખે ચઢી ગુરૂની પવિત્રતા દ્રારા મંત્ર તુલ્ય બની જાય.
જ્યારે સેવકે ગુરૂની પ્રતિકૂળતા દૂર કરવા પ્રયત્ન કર્યો. સેવકે ગુરુની અનુકુળતા પ્રાપ્તિ અંગે પ્રયત્ન કર્યો. સેવકે ગુરૂની અપ્રસન્નના નિવારવા પ્રયત્ન કર્યો. ' સેવકે ગુરૂની પ્રસન્નતા મેળવવા પ્રયત્ન કર્યો. ત્યારે
ગુરૂદેવે અનંતના તાગ માપતા હૈયામાં સંગ્રહી રાખેલ જ્ઞાનની તિજોરીની ચાવી –ગુરૂકૃપા સેવકના હાથમાં આપી દીધી. જ્ઞાન દ્વારા શિષ્ય પ્રતિકૂળતાને અનુકુળતામાં પરિવર્તન કરી શકે છે. જ્ઞાન દારા શિષ્ય અપ્રસન્નતામાં પરિવર્તન કરી શકે છે. ગુરૂકૃપા દ્વારા મેળવેલ જ્ઞાન એક અમોધ ઔષધિ છે. દુ ખ, શેક, આકંદન, અણગમો તેની પાસે આવી શકતા નથી.
મનક જ્ઞાન મેળવવું છે. તો સેવાનું અસિધારાવ્રત સ્વીકારસ્થળ, સમય, કાર્ય અને ઈચ્છાની મર્યાદા કરી તો કૃપામાં મર્યાદા થઇ જશે. કૃપામાં મર્યાદા થશે તે, જ્ઞાનમાં મર્યાદા થશે.
૨૦૦૦ શિષ્યના ગુરૂદેવ ચિંતિત છે. શરીર વૃદ્ધત્વના આરે છે
~
-