________________
૧૩૪
હું તારો માહી પિતા નથી, હું તારા ત્યાગી ગુરૂ છું માહી શરીરને જુએ, ખુશીને જુએ. સુકુમાલતાને જુએ.
ત્યાગી આત્માને જુએ, આત્માની ઉન્નતિને જુએ, શાશ્વત પ્રગતિને જુએ, કડવું પણ સત્ય તને સમજાવવું પડશે.
મનક ! તારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ...તારૂં જ્ઞાન “દિન દાગુણા રાત ચાગુણા” ની જેમ વધવું જ જોઈએ. તારા જેવા રાંસાર ત્યાગીનું જ્ઞાન ના વર્ષ તો કોનું વધે? પણ ભલા સાધક ! બે અસિધારાવ્રતનું પાલન, આરાધન, કરવું પડશે. આ બે અસિધારા વ્રતા છે.
શુશ્રુષા અને આજ્ઞાપાલન.
કોની સેવા કરવાની ? કોની આજ્ઞા માનવાની ?
સાધક !
પહેલી ભૂલ સુધાર સેવા કરવાની નથી, પણ સેવા દ્વારા ધન્ય બનવાનું છે. આજ્ઞા માનવાની નથી. પણ મરણાંત કષ્ટ આવે તે પણ જીવ કરતાંય ઝાઝેરા જતન કરી પાલન કરવાની છે. જ્યાં સેવા કરી એવું થાય છે. ત્યાં ઊંડે ઊંડે એવુ થાય છે કે હું સહાયક થયા. કંઈ નહિ આપણે પણ ઋણ ફેડી દીધુ. ગુરૂએ જ્ઞાન આપ્યું. આપણે સેવા કરી. બન્ને પાસા સમાન થઈ ગયા.
જ્ઞાન બાદ સેવા એ સંસારીની પદ્ધતિ સેવા બાદ જ્ઞાન એ સાધુની સાધના જ્ઞાન એપ્યુ તેનું માનવું એ દુનિયાદારી આજ્ઞાપાલન કરીને જ્ઞાન મેળવાય તે અધ્યાત્મિકતા
સેવાના મર્મને સમજ, સેવા એટલે સહાય નથી, મદદ નથી પણ જ્ઞાની ગુરૂ સાથે અભેદ સાધવાની અનેાખી પધ્ધતિ છે. જે સેવા