________________
૧૪૦
ળવું પડશે. આના કરતાં તે એકવાર કહી દીધું કે મારી ભૂલ માફ કરો” અટલે સેકંડમાં પતી ગયું કારણ કે જિનશાસનમાં ગુરૂ જ્ઞાની અને શાસ્ત્રપ્રતિબદ્ધ હોય છે. એકવાર જેણે જે ભૂલની માફી માંગી તેની તે ભૂલ ફરી યાદ ન કરાય. ગુરૂ તે ભૂલ કરે તે શિધ્યમાં નિંધૂણતા પેદા થાય તેનું પાપ ગુરૂને લાગે, બસ સ્વીકાર માફી માંગી લીધી એટલે ગંગાન્હાયા..
ભૂલનો સ્વીકાર જેણે આત્માની શુદ્ધિમાટે કર્યો છે તેની મદશા આટલી હલકી ન હોય. આંખમાંથી ઊના આંસુ સાથે વિનંતિ કરે કે ફરી ફરી આ ભૂલ નહીં કરું. ભૂલ માફ કરો” કહેવામાં વિવશતા છે! દીનતાં છે! પુનઃ નહીં કરું' કહેવામાં પ્રાયશ્ચિત છે ! પ્રભુમાર્ગનું બહુમાન છે.
મહાનતા છે! ભૂલ થઈ ગઈ માફ કરે’ કહેવામાં નમ્રતાયુકત આત્મસંશોધન પણ
હોઈ શકે છે. પુનઃ ભૂલ નહીં કરું માફ કરો ” કહેવામાં નિર્ણયયુકત આત્મશુદ્ધિ છે. પુન: અપરાધ નહીં કરું' કહેવામાં ખૂબ તાત્પર્ય છે.
ગુરૂદેવ! અજ્ઞાની હો ભૂલ થઈ.જ્ઞાનીના સમાગમે ભૂલ સમજાઈ. ક્ષમાશીલ મહાત્માઓના પરિચયે ભૂલની ક્ષમા માંગતા શીખો. આપના ત્યાગપૂત વાતાવરણે મારામાં શ્રદ્ધા પેદા કરી. તેથી કહ્યું ફરી ભૂલ નહિં કરું મેં માફી માગી એટલે આપે મારી માફી સ્વીકારવા દ્વારા મારા ઉપર કૃપાના વૃષ્ટી કરી. આપની કરુણા યુકત નજરમાં મને અતરના આશ્વાસન મળ્યા. થયું કે હવે તો આપને કૃપા પાત્ર બન્યો. આપનાં ઉપદેશના પ્રભાવે મારા અજ્ઞાન દૂર થશે. જ્ઞાન અને અજ્ઞાનીઓનો પરિચય રહેશે. આપ જેવા નિસ્પૃહી મહાત્માની સેવા દ્વારા મારો. પણ સ્વાર્થભાવ દૂર થશે. મારામાં પણ નિરીહતા નિર્ભયતા