________________
૧૨૬
મારા માન કષાયને કાબૂમાં લાવીશ...માન કાબૂમાં આવશે... -નમ્રતા નિત્ય સહચરી થરો. પછી આપની કૃપા જ..મારી ઈચ્છા .. ઝખના .એપણા... અભિલાષા બનશે. કબૂલાત કરું છું કંઈક ભૂલ થઈ હોય તે અહંના કારણે હવે હું “અહ” અને “મમ” કારનું વિસર્જન કરીશ. ચાતક જે આતુરતાથી મેઘને જૂએ તેના કરતાં અનેક ગુણી અભિલાષાએ ગુરુકૃપાને ઝંખીશ. સમજાય છે ગુરુકૃપા આગળ સમગ્ર વિશ્વની સંપત્તિ તુચ્છ છે.
ગુરૂદેવ ! તાકાત આપે. સારા છે વિશ્વની અભિલાષાને તિરરકારવાની.
ગુરૂકૃપાના ચાહક એક શિષ્યને ગુરૂદેવ આચાર્યપદ” અર્પણ કરી રહ્યા હતાં. ક્રિયા પ્રારંભાઈ સભા શિષ્યને નિહાળી રહી હતી.
અને શિષ્ય ગુરુદેવને નિહાળી રહ્યા હતાં. ગુરૂદેવ ભાવિને નિહાળી રહ્યા હતાં. ગુરૂદેવના મુખની રેખા તંગ થવા લાગી....કાનની બૂટ લાલ થઈ ગઈ... ખુલ્લી મુઠી બંધ થવા લાગી. જાણે...અજાણે હોઠ ફિફડવા લાગ્યા. શિષ્યથી આ સહન ન થયુ. શિષ્ય બાળકની જેમ દેડયા ગુરૂચરણમાં ઝુકયા આંસુથી ગુરૂના ચરણ પ્રક્ષાલ્યા .
ગુરુદેવમારે પદ ના જોઈએ. મને આપની કૃપા જોઇએ. જીતીને મારે હારવું નથી...બસ આપના ચરણોપાસકપણું મારે મન સર્વોત્તમ છે.
ગુરૂદેવ ! ગુરૂદેવ ! આપ આ બાળક પર નારાજ કેમ? વત્સ! તારું પુણ્ય પ્રબળ છે! ગુરૂદેવ ! ગુરૂદેવ ! ઓ મારા ગુરૂદેવ !
એવું ના બોલો. મને ના રડાવો પુણ્ય મારૂં' પણ, કૃપા તો આપની જ ને. ?