________________
૧૨૯
સેવક, હવે ભકિત તે તારું વ્યસન બની ગયું, ભક્તિ વગર તને ચેન ના પડે. ભકિતથી કંઇ પ્રાપ્તિની પણ ઝંખના ચાલી ગઈ.
ગુરૂપદ ભકિત નું નિરીહ બનીને કર. નિસ્પૃહ બનીને કર, ફક્ત પૂજ્ય છે, ઉપાસ્ય છે, આરાધ્ય છે--હું સેવક છું, ભક્ત છું, માટે ભક્તિ કરું છું.
જે ગુરૂકૃપા દ્રારા કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તે ગુરૂની ભકિત કેવલશાની બન્યા બાદ પણ કરવાની તે મનક વિચાર, આપણે ગુરૂભક્તિ કેવી રીતે કરવાની? કોના માટે કરવાની? આ ભાવો વિચારવાની જરૂર છે.
ગુરૂની ભકિત આપણામાં નમ્રના પેદા કરવા, મહાવ્રતની શુદ્ધિ કરવા, આત્માની ઉન્નતિ કરવા, ચારિત્રધારી અનુમોદના કરવા, આશાનાદનીય કર્મ હટાવવા, શાસનસેવક બનવા, શાસનરક્ષક બનવા, શાસનપતિ બનવા કરવાની છે.
બોલ તું તારી પ્રગતિને–તારી પ્રતિષ્ઠાને–તારી શાશ્વત કીતિને ઝંખે છે તે આ ભાવોથી ભક્તિ કરવાની.
જ્યાં પોતાની કંઈક પ્રાપ્તિ માટે સાધના થતી હોય ત્યાં દિલની ઉર્મિ કેવી ઉછળે?
જગનમાં બધા શાસ્ત્રો બધાને શીખવા પડે પણ માતાને વાત્સલ્યના પાન કેવી રીતે કરાવવા તે શાસ્ત્ર શીખવા જવા પડે? માને પણ જો વાત્સલ્યશાસ્ત્ર ભણવું પડે તો તે સગી મા નહિ ... સાવકી મા. મા એટલે જ વાત્સલ્ય શાસ્ત્ર તેમ શિષ્ય એટલે જીવંત ભક્તિયોગ. તેને વળી ભક્તિનું શાસ્ત્ર ભણવા જવું પડે? ગુરૂની પાસે રહી ગુરૂનું જ્ઞાન મેળવી તેમની ઈચ્છા–આશા–અભિલાષા–અભિપ્રાય સમજી ગયેલ શિષ્ય ગુરૂની આંતરિક વૃત્તિને જાણે તો ગુરૂની શારીરિક પ્રકૃતિ ના જાણે એ કેમ બને?