________________
૧૩૦
અમારા પૂ. ગુરૂદેવ પાસે જ્યારે ગુરૂદેવની વાત નીકળે ત્યારે આંખોમાં અશ્રુ સાથે અંજલિ જોડી નત મરતકે ગુરૂદેવ બોલે ભાઈ ! મારા તો એવા સદ્દભાગ્ય કે મને તીર્થકર સદૃશ ગુરૂ મહારાજ મલ્યા હતા. તેમના હૃદયના એક ખૂણામાં સ્વાર્થ નહિ, માયા નહિ. તેથી જ ગુરૂદેવની જેવી આંતરિક પ્રકૃતિ તેવી બાહ્ય પ્રકૃતિ. આહાર–નિહાર બધું નિયમિત દરેકમાં સાત્ત્વિકવૃત્તિના દર્શન થાય. પૂ. ગુરૂદેવ જ્યારે
જ્યારે તારની વાત કરે ત્યારે લાગે સામે પૂ. શ્રી ગુરૂદેવશજ દેખાય છે અને બેલી રહ્યાં છે.
સાચા ગુરૂભકતને મન ગુરૂના દેહનો વિયોગ સામાન્ય ચીજ છે, પણ ગુર્વાજ્ઞા દ્રારા ગુરૂભક્તિ સદૈવ કરણીય છે.
સાચો શિધ્ય ગુરૂભક્તિ દેહભકિતમાં સીમિત ના કરે. પણ આજ્ઞાપાલન રૂપ ભક્તિ દારા ગુરૂભક્તિને અત્યંત વિસ્તૃત કરે. તેનું ગુરૂભક્તિનું ક્ષેત્ર વિશાળ અને ભક્તિના માર્ગે વિવિધ બને.
સાચા શિષ્યને ખુદના નિષ્કલંક ચારિત્ર પાલનમાં પણ ગુરૂભક્તિના દર્શન થાય. સાચા શિષ્યને સુપાત્રમાં પણ વાત્સલ્યવહાવતા ગુરૂભક્તિનાં દર્શન થાય.
કોઈ કહે આ શુ? સાચો શિષ્ય કહે ભાઈ હું તો રોઝ જેવો હતો–કપાયો મારા સંયમને દુષિત કરતાં પણ ગુરૂદેવના વાત્સલ્ય મને સાધુ બનાવ્યો. આ આત્મા પણ ધન્ય બનશે. સાચા શિષ્યને પ્રત્યેક સફળતામાં ગુરૂભક્તિના ફળ દેખાય. તે શિષ્ય શું જ્ઞાની બને, વિદ્વાન બને, વ્યાખ્યાનકાર બને, ગ્રંથકાર બને–વાદી બને શાસન પ્રભાવક બને તો ગુરૂનીભક્તિ ભૂલે? ના..ના. જેમ જેમ વ્યક્તિત્વ વિકાસ પામે તેમ તેમ કપાયો અલ્પ થાય. સદ્દગુણોની અભિવૃદ્ધિ થાય. સદ્દગુણો સત્સંસર્ગમાં રાખે કે અસત્સંસર્ગમાં? સગુણો જ્ઞાનીની ઉપાસના કરાવે કે અજ્ઞાનીની?
અજ્ઞાનના કારણે આશય ના સમજાય... અજ્ઞાનના કારણે આશાતના થઈ જાય. પણ જ્ઞાન જેમ અભિવૃદ્ધિ પામે તેમ સૌના આશય