________________
૧૩૧
અભિપ્રાય સમજવાની શક્તિ આવે, તે હિતકારી–ઉધ્ધારક-તારક ગુરૂદેવને અભિપ્રાય કેટલો સમજાય? જ્ઞાન ગુરૂદેવના હૃદયના દર્શન કરાવે તેથી જેમ જ્ઞાન વધે તેમ ગુરૂ સેવા ગુરૂભકિતની અભિવૃદ્ધિ થાય.
* જો જ્ઞાન પ્રાપ્ત થયા બાદ ગુરૂભકિત ઘટે તો સમજવું જ્ઞાન નહિ પણ ભળતું જ કંઈક મેળવ્યું
આર્યા મૃગાવતી ચંદનબાળાએ ઉપાલંભ આપ્યો. આર્યા મૃગાવતીએ ગુરૂના ઉપાલંભને સિદ્ધાર્શલ આરોહણની તળેટી બનાવી અને કેવલજ્ઞાની બન્યા. પણ ગુરૂ સાનિધ્ય–ગુરૂ સેવા ના છોડયા. નિદ્રાધીન ચંદનબાલાના દેહની ભકિતમાં કેવલજ્ઞાની શિષ્યા રત રહ્યા. કેવલજ્ઞાની પણ ગુરૂના દેહની ભક્તિ ના ચૂકે. ઘનઘોર રાત્રિમાં સાવ આવ્યો. અનંતજ્ઞાની શિષ્યાએ નારકના હાથને સર્પથી દૂર કર્યો. શા માટે? આ મારા તારક હતા, ઉદ્ધારક હતા–આ ગુરૂના ઉપાલંભે મને કેવલજ્ઞાન આપ્યું.
લોકોતર જ્ઞાનીની વ્યવહાર પણ સર્વશ્રેષ્ઠ હોય.
આપણા જેવાનું ચારિત્ર જહાજ અવિનય–ઉદ્ધતાઈ–કપાયની ભંવરીમાં કયાંય અથડાઈ ના જાય તે માટે મહાપુરૂષોના જીવન વ્યવહાર દીવાદાંડી સમાન હોય છે.
અનંતજ્ઞાનીને હવે કોઈ પ્રાપ્તિની ઝંખના નથી, કોઈ અવગુણ દૂર કરવાના નથી. છતાં ગુરૂપદની ભક્તિ ..જેમ નદીમાં કંકર નાંખો, પ્રથમ તરંગ તમારા કંકરથી પણ પછી એક તરંગમાથી બીજા નર ગ સહસા–ભક્તિ કેવલજ્ઞાન મેળવ્યું છે એટલે કેવલજ્ઞાન બાદ પણ સહજ સ્વભાવથી ભક્તિનું આચરણ થઈ જાય છે.
મનક! ભક્તિ જ્યારે તારો સ્વભાવ બની જશે ત્યારે તને ગુરૂ સાથે અભેદભાવ સિદ્ધ થઈ જશે. ભક્તિ કાલોકપ્રકાશી જ્ઞાનની સ્વીચ છે,