________________
૧૨૪
- અરે સાધક આત્મા !
આવા તો તારા એક નહિ એકોતેર પ્રશ્ન હોઈ શકે ! એક નહિ તારી પણ લાખો સમસ્યા હોઈ શકે! પણ... એકવાર તે સાચો જવાબ આપ. સાચે જ તારે મોક્ષ જોઇએ છે? શાશ્વત સુખ જોઇએ છે? તે ભલા સાંભળ...
મોક્ષ ગુરુકૃપા વગર ના મળે તારી પાસે તારા પ્રશ્ન છે તો હવે તું શાંતિથી ગુરુકૃપાના મીઠાફળને પણ વિચાર...
ગુરુકૃપા દ્વારા બુદ્ધિ જ નહિ, નિર્મળ બુદ્ધિ વધે છે. ગુરુકૃપા દ્વારા સ્મૃતિ જ નહિ સાથે સ્વાધ્યાય શક્તિ વધે છે. ગુરુકૃપા દ્વારા જડની રુચિ ઘટે છે તન્વરુચિ પ્રગટે છે. ગુરુકૃપા દારા રાગીની મમતા ઘટે છે. વીતરાગની મમતા જાગે છે. ગુરુકૃપા દ્રારા અવિવેક નષ્ટ થાય છે. વિવેક પ્રગટે છે. ગુરુકૃપા દ્વારા મિથ્યાત્વ નષ્ટ થાય છે. સમ્યકત્વ પ્રગટે છે. ગુરુકૃપા દ્વારા અજ્ઞાન ભાગે છે. જ્ઞાન લાધે છે. ગુરુકૃપા દ્વારા સંસાર અકારો લાગે છે. સંયમ પ્યારો લાગે છે.
ગુરુકૃપા દ્રારા પ્રમાભાવ નષ્ટ થાય છે. અપ્રમત્તભાવ પેદા થાય છે.
ગુરુકૃપા દારા દુર્ભાગ્યનામકર્મ દૂર થાય છે. સૌભાગ્યનામ કર્મ પેદા થાય છે.
ગુરુકૃપા દ્વારા પુણ્ય પ્રબલ થાય છે. સર્વ સાનુકુળ સંજોગો પ્રદક્ષિણા દે છે .
ગુરુકૃપા દ્વારા યશકીર્તિનામકર્મ ઉદયમાં આવે છે અને સમપિતા ભકતો મળે છે. * ગુરુકૃપા દ્રારા આયનામ કર્મ પેદા થાય છે. સુવિનીત શિષ્યો મળે છે.