________________
૨૮. ગુરુષ્પસાયાભિમુહે રમેજજા અને
ધનને અભિલાવી ધનિકની સેવામાં તત્પર રહે. વિદ્યાનો અભિલાષી વિદાનની સેવામાં સ્થિર બને. મોક્ષને અભિલાષી ગુરુ સેવામાં તત્પર બને.
આ ત્યાગ પ્રધાન ભારતીય સંસ્કૃતિ છે. રાજા મહારાજા પણ વિદ્યા મેળવવા માટે ગુરુને પ્રસન્ન કરે ભારતીય જ્ઞાન ધનથી ના મળે. જ્ઞાન સત્તાથી ના મળે જ્ઞાન તે ગુરુની કૃપાથી જ મળે.
પણ એક સત્ય ના વિસરત. આ સંસ્કૃતિમાં આ શાસનમાં ગુરુદેવો ક્યારે પણ સત્તાની શેહમાં તણાયા નથી. સંપત્તિના એમને કોઈ મૂલ્ય નથી. ખુદના દેહની માયા નથી એટલે સેવા શુઝૂંપાની અભિલાષા નથી. પાત્ર જુએ તો હૈયાનાં હીર આપી દે. ખુદનો પુત્ર હોય પણ અપાત્ર દેખે તે તેને પણ જ્ઞાન ના આપે..
ગુરુજને નિરાળા છે....નિરાભિમાની છે.. નિ:સ્પૃહી છે. ફકત તેમના હંયામાં શાસન કાજે સુયોગ્ય આત્માની ઝંખના હોય છે. ગુરુ સુયોગ્ય આત્માને જુએ એટલે સુયોગ્ય શિષ્યને કલ્પનાથી પણ અધિક જ્ઞાન આપી દે. પણ ગુરુ જુએ જ્ઞાન બાદ તેનામાં શું આવ્યું? ગંભીરતા . પ્રૌઢતા.... ઉદારતા. અકુતૂહલવૃત્તિ.... સમભાવ આ ગુણ ન જૂએ તે વિદ્યાના દાન બંધ. જ્ઞાન વગર મોક્ષ નહિ.. ગુરુ કૃપા વગર જ્ઞાન નહિ... મુમુક્ષુ !
મોક્ષની અભિલાષાએ માતા પિતા છોડ્યાં... સમસ્ત સંસારને ' લાન મારી. ત્યાગના કંટક ભર્યા માર્ગે ચાલ્યો. કંચન અને કામિની