________________
૧૨૦
છે. તેનું પ્રદર્શન સાથે તારૂં ધર્મ અને ધર્મનું જ્ઞાન અપૂર્ણ હાય તે શું કોઇની મશ્કરી કર, ટીખળ કર,
સાચા જ્ઞાની સહાનુભૂતિ આપે, આશ્વાસન આપે, ધૈર્ય આપે, કોઇની નબળાઈ ઉપર ઉપહાસ ના કરે તેા નું સાધુ.
સજજન માણસ તેનું નામ કે કોઈનું અંગ ઉઘાડું હોય તે ઢાંકે. પણ સજ્જન કોઈદિ કોઈના ઉઘાડા અંગ પર આંગળી’ના ચીધે એ બધા વાનરવેડા દુર્જનના......
તું સાધુ જગતના સર્વશ્રેષ્ઠ સજ્જન્ ! તેતટા બાબડાને બાલનાં સાંભળે તેના મુખના આકારો, હાથના ચાળા, ત...ત...પ...પ...દેખીને તને હસવું આવે કે જ્ઞાનાવરણીય કર્મના ભયંકર જાલ્મ દેખાય. બિચારાએ ક્યા જન્મમાં આવું તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હશે ? લાવ તેને જ્ઞાનની આરાધના બતાવું. કેટલાક સજજના ઘરે બેઠા કેટલાયને દવા પહોંચાડે છે, તો હું મારા પરિચયમાં આવેલાના અજ્ઞાનરોગ દૂર ના કરૂં ? આ ભાવ થાય કે વિપરીત—જો તને હસવું આવે છે તે સમજી લેજે એ ચેપીરોગના કીટાણું તને વળગ્યા, જેથી તે ધૃણા કરી. મશ્કરી કરી તો તેતડા બાબડાપણાના રોગને તે... આમંત્રણ આપી દીધું. આ જન્મમાં નહિતર કોઇ જન્મમાં પણ એ રોગના ભયંકર હુમલા તારી પર થઈ જશે. ભલા...સાવધ થા...
મનક ! તું તીર્થંકર પરમાત્માના સાધુ, તને પ્રથમથી જ ઔદયિકભાવ, ક્ષયાપશમભાવ, ક્ષાયિકભાવ, પારિણામિકભાવ સમજાવવામાં આવેલા છે. ક્ષયેાપશમભાવ એટલે વિચિત્ર છે. જ્યારે તેની ડુમ્નિ હશે, શુદ્ધિના પ્રકર્ષ હશે ત્યારે છદ્મસ્થ છતાં તું શ્રુતજ્ઞાનના સહારે કંઈક અંશે કેવળજ્ઞાની સમાન જગત્ તત્ત્વને જાણી શકીશ. પ્રરૂપી શકીશ. પણ યાપમ એકદમ સામાન્ય થઈ જશે ત્યારે તારી જાતને પણ ઓળખી શકીશ નહિ. તારા નામને પણ સાંભળી શકીશ નહિ, કદાચ રાગની ઘેરી અસર મગજ પર નહિ થઇ હોય તે સમજી બધું શકીશ પણ એક અક્ષર બાલવાની શક્તિ તારી પાસે નહિ હોય.