________________
૧૧૮
સાધુ કોઈની નબળાઈ પર મશ્કરી કરે તે સમુદ્ર મર્યાદા મૂકી દે. સહનશીલ પૃથ્વી ખળભળી ઊઠે. સુર્ય ચદ્ર પણ નિયમિતતા છોડી દે. ધર્માત્માના તપ, ત્યાગ વડે જ પૃથ્વી સ્થિર છે. સમુદ્ર મર્યાદામાં છે. સૂર્ય ચંદ્ર નિયમિત છે. મુનિ જગતને પ્રૌઢના અને ગંભીરતા શીખવાડે જો મુનિ ઉપહાસ્ય—મશ્કરી કરે તો તેનું જ્ઞાન રીસાઈ જાય. તેથી સાધુતાની શુદ્ધિ અભડાઈ જાય.
સાધુ જીવનમાં સ્વાધ્યાય કરતા પહેલાં કાજો લેવામાં જીનેશ્વરની આજ્ઞા જળવાય. જ્ઞાનાચારની શુદ્ધિ થાય. કાજો લેતાં અધ્યવસાયની વિશુદ્ધિએ મુનિને અવધિજ્ઞાન થયું. કેટલું નિર્મળ અવધિજ્ઞાન...સૌધર્માસભાના સૌધર્માવલંસક વિમાનના દશ્યો આંખના સામેના પદાર્થની જેમ દેખાય.
એક મુનિએ સૌધર્મેન્દ્રને જાયાં. મુનિ જાનતા હતા સૌધર્મેન્દ્ર પ્રભુના ભક્ત. જિનશાસનનો અનુરાગી. શુદ્ધસમકિતી...ઈન્દ્ર સદૈવ ભક્તિમા મસ્ત પણ જ્ઞાનતો પળપળના ભાવો પ્રક્રિયા બતાવે. માળીને જ ખબર હોય કે પાનખરમાં વૃક્ષો કેવા બિચારા ગરીબ બની જાય છે. અને વસંતમાં વૃક્ષો કેવાં શ્રીમંત બની જાય છે. શહેરી લોકો વસત જાણે પણ પાનખર ન જાણે. ' અજ્ઞાનમાં એક અવસ્થા જણાય, જ્ઞાનમાં અનેક અવસ્થા જણાય.
પેલા મહાત્માને દેખાય છે. ઈદ્રાણી રીસાયેલી છે. સૌધર્મેન્દ્રને કહે છે. તમે ઘોડો બને. મને તમારા ઉપર બેસવા દો. તો જ મનામણા–સાંધર્મેન્દ્ર ઘોડે બન્યા. ઈંદ્રાણી મનાયા
સંસારના મનામણા રીસામણા મોહના નાટકથી દુર રહેલા મુનિને થયું. વાહ સૌધર્મેન્દ્ર! જોઈ લીધી તારી લડાઈ. અનેક દેવો પર અખંડ આશ્ચર્ય ધરાવનાર તું પણ ઈદ્રાણીને રમવાનું રમકડું! જ્ઞાનના સ્વામી મુનિ સૌધર્મેન્દ્રની વિવશતા પર મશ્કરીના ભાવમાં હસી પડયાં. મુનિ મશ્કરી સમા હાસ્યથી હારી ગયા અવધિજ્ઞાન મુનિને તાળી દઈ ક્ષણવારમાં દર–સંદૂર ચાલી ગયું.