________________
૧૧૬
માટે પણ થાય છે અભ્યાસ ગુણ પ્રાપ્તિ અર્થે થાય છે. વાંચનના સંસ્કાર અલ્પજીવી હોય છે અભ્યાસના સંસ્કાર સ્થિર થાય છે. શાસ્ત્રના અભ્યાસ કરી શાત્રમય જેમની બુદ્ધિ બની ગઈ છે તેવા બહુશ્રુતને અભ્યાસ હંમેશાં ઉપસ્થિત રહે છે. વાંચની વિસ્મૃતિ થાય છે. આગમ એટલે મૂળસૂત્રો જ નહિ. સૂત્ર—નિયુકિત—ભાષ્ય—ચૂણી —ટીકા એક આગમ ઉપર ઉપસ્થિત સઘળું સાહિત્ય આત્મસાત્ કરવું તે આગમ—અભ્યાસ, એક આગમ નહિ અનેક આગમવિદઆગમ અનુસાર. મહાપુરુષ રચિત શાસ્રને પણ વેત્તા. .તે બધાને જાણૅ ત્યારે બહુશ્રુત. બહુશ્રુત એટલે જીવંત શાસ્ત્રભંડાર.
મનક !
-
બહુશ્રુતની પ પાસના આલાક-પરલાકનું હિત કરશે. અને સદ્ગતિમાં લઇ જશે. તત્ત્વના નિર્ણય દ્વારા શ્રદ્ધાની શુદ્ધિ થશે. બસ હવે બહુશ્રુત માહાત્માઓના અદના સેવક બની. તારું અનંતજ્ઞાન પ્રગટ કરે. એ જ તારા જ્ઞાનચાહક પિતાની શુભાશિષ.