________________
૧૧૫'
તે અવશ્ય ગુરૂની સેવા કરવાની. કદાચ ગુરૂ અલ્પમતિ હોય કે પણ ગુરૂકૃપા હંમેશા જડમતિને મહામતિ બનાવે છે. ગુરુકપા કદી અલ્પમતિતા દૂર કર્યા વિના રહેતી નથી.
ત્રણે કાળમાં જ્ઞાનના આઠ આચારના પાલન વગર જ્ઞાનીની પર્યુંપાસના વગર જ્ઞાનની પ્રાપ્તિ થાય? જીવનમાં શાસ્ત્રના રહસ્ય શાસ્ત્રના ઔદંપર્યને મેળવવાને મનોરથ છે તો પહેલાં બહુશ્રતની પર્યું પાસનાને જીવનમાં વણી લે. બહુશ્રુતની પય્યાસના જ જ્ઞાન આપી દેશે. ગુરૂસેવા દ્વારા મળેલું જ્ઞાન સૂત્ર અર્થના રહસ્ય અને નિર્ણયપૂર્વકનું હોય. સુવાસિત મોંઘા અત્તર જેવું છે. જેનું એક ટીપું પણ વસ્ત્રને વાસિત કરી પરિમલના પમરાટથી ભરી દે છે.
મનક! હજી એક ભૂલ સુધારી લે. જેની પાસે અધ્યયન કરવું તેની જ સેવા કરવી તે કદાચિત્ સ્વાર્થની સેવા પણ બની જાય. ગુણની ય સેવા નહિ થાય અને ગુણીની સેવા પણ નહિ થાય માટે જ બહુશ્રુત માત્રને આરાધ્ય ઉપાસ્ય પૂજય માન
બહાત માત્રનો હું આરાધક-ઉપાસક સેવક છું મારું કમભાગ્ય સમસ્ત બહુશ્રુતધારીની સેવા કરી શકતો નથી. પણ આજે હું જે જ્ઞાન પ્રાપ્ત કરું છું તેમાં ભૂતકાળના અનંત બહુશ્રુત મહાત્માની વર્તમાનના અનેક બહુશ્રુત મહાત્માને અને ભવિષ્યના અનેક મહાત્માને સ્મરીઆવી એક બહુશ્રુતની આરાધના દ્વારા અનંતની સેવા કરીશ. મારા જીવનમાં જ્યારે જ્યારે બહુશ્રુતની સેવાનો વિરલ પ્રસંગ આવશે ત્યારે હૈયાની અનંત ઊમ દ્વારા સ્વીકારીશ.'
આવું અનોખું વ્રત રાખીશ તે ગુણને ઉપાસક બની શકીશ નહિતર સ્વાર્થનો સાધક. તારે બહુશ્રુતની સેવા કરવી છે તે શાસ્ત્રીય દષ્ટિએ બહુશ્રુતની વ્યાખ્યા સમજી લે.
બહુશ્રુત એટલે આગમવૃઘ, જેમને શ્રુતજ્ઞાનને ખૂબ અભ્યાસ કર્યો છે. અભ્યાસ અને વાંચન અલગ છે. વાંચન સમય પસાર કરવા