________________
ર૭. ન તે ઉવહસે મુણી
મા બાળકની નબળાઈ પર કયારેય મશ્કરી કરે! બદબુ નીકળતી હેય, પસ કરતા હોય એવા પણ દદીને જોઈ ડૉકટર મોટું ફેરવી લે છે?
મા તેનું નામ જે વાત્સલ્ય દ્વારા બાળકમાં શક્તિ પેદા કરે, ડોકટર તેનું નામ નિદાન અને દવા દ્રારા રોગ દૂર કરે.
mતમાં જેટલો મહાન માણસ તેટલે તે સહાનુભૂતિ શીલ. કોઈ પાપાત્માની નબળાઇ પર મશ્કરી કરનાર, વ્યંગ કરનાર ક્યાખ્ય મહાન ન બની શકે?
મનક! વાત્સલ્યના દાન કરી તારે જગતજનની બનવાનું છે. આત્મગુણોના પિષણ કરી તારે જગતપિતા બનવાનું છે. આત્મગુણોની પ્રાપ્તિમાં સહાય કરી તારે જગનના ભ્રાતા બનવાનું છે. ઉચ્ચગુણોની પ્રેરણા આપી તારે પ્રેરણામૂર્તિ ભગિની બનવાનું છે. અજ્ઞાનતા અંધકાર દૂર કરી જ્ઞાનના પ્રકાશ પાથરી તારે જગતગુરુ બનવાનું છે.
જેને શિરે કર્તવ્ય છે, જવાબદારી છે, તે અંગ કરે, ઉપહાસ કરે, મશ્કરી કરે કે આશ્વાસન આપે. ઉત્સાહ આપે. સહાય આપે શું કરે? કહે જોઈ ?
સાધુ એટલે મહાતત્ત્વજ્ઞાની, દેહના ઈયિના ડુંગરા આડે છૂપાપેલ આત્મદેવના દર્શન કરનાર. કોઈના પણ ઉત્કર્ષમાં પુરુષાર્થ અને પુણ્યને જુએ. કોઈની પણ અવનનિમાં ભવિતવ્યતા અને નિકાચિત પાપનું પરિણામ જુએ.