________________
૧૧૩
કામ કરવું અને સેવા કરવી વચ્ચે અંતર છે. ઘરમાં નોકર રહે, કામ કરે પણ શેઠની સેવા ના કરે. ઘરમાં પુત્રે રહે પિતાની સેવા કરે – પણ પૈસો મળતાં સંપત્તિના ભાગ વહેંચાતા અલગ થઇ જાય. જરૂર પડે ત્યારે સેવા કરવા આવે.
કામ કરવું અને સેવા વચ્ચે જેમ અતર છે, તેમ સેવા કરવી અને પપાસના વચ્ચે પણ અંતર છે.
પૂ. શય્યભવસૂરિ મહારાજ મનકને કહી રહ્યા છે. અનંતજ્ઞાન ચાહક બાલ !
સિદ્ધ બનવા તારે અનત ગુણ પ્રગટ કરવા પડશે. અસંગ ગુણની પ્રાપ્તિ તારી મુદ્રાલેખ બનાવજે, તે જ તને આખરે સિદ્ધિ અપાવશે. સંગ કરવો પડશે પણ કોને સંગ કરવાને?
મનક! બહુશ્રુતની પÚપાસના કરવાની – બહુશ્રુતની પર્યુપાસના વગર અસંગ ગુણ પ્રગટ ના થાય. અસંગને પ્રાપ્તિની પ્રથમાવસ્થા પપાસના .
ખ્યાલમાં રાખજે મેં તને ઉપાસના નથી કહી પણ પÚપાસના કહી છે.
શુ ઉપાસના એટલે નજદીકમાં આસન રાખવું? શું પÚપાસના એટલે બહુશ્રુતની ચારે બાજુ નજદીકમાં આસન રાખવું? આવા બહુ પ્રશ્ન આપણા જેવા વક્ર અને જડના હોય.
શાસ્ત્રમાં સ્થળે સ્થળે જ્ઞાન–જ્ઞાનીની મર્યાદા બતાવી છે. જ્ઞાની સાથે વાત કરાય પણ હાથ જોડીને. જ્ઞાની સાથે તેમને કોઈ જાતની તકલીફ ન થાય તેમ વર્તાય.
જ્ઞાની પાસે–ગુરૂ પાસે કાર્ય અર્થે જવું હોય તો પણ ગુરૂની. આજ્ઞા લઈને જવાય.
બહુશ્રુનની ઉપાસના નહિ પણ પર્યુષાસન એટલે શું?