________________
૧૦૫
નહિ સ્વીકારીએ તો ઢંકાશે તેથી જ કહું છું “નેવ ગૂહે ન નિવે” નું કહીશ ગૂહે એટલે પણ છુપાવવું અને નિન્હવે એટલે પણ છૂપાવવું એક જ અર્થ માટે બે શબ્દ શા માટે પણ સાંભળ–
“ જેમ માનસશાસ્ત્રી કહી દે તમે આને ચોર કહે છે પણ આ દિલને ચેર નથી. ઈર્ષાના કારણે તેણે કોઈની વસ્તુ ઉપાડી છે. તેને જોઇતી નથી પણ બીજા પાસે રહે છે તેને ગમતું ન હતુંચેર પિતાની ચૌયવૃત્તિનું પૃથક્કરણ નથી કરી શકતો તેમ આપણે આપણી વૃત્તિનું પૃથક્કણ કરી શકતાં નથી, અનંતજ્ઞાનીનો અવવલ ઇન્સાફ જ આપણા અનાદિના પાપને નાથી શકે આપણી અનાદિની પાપવૃત્તિને કાબૂમાં લઈ શકે. ભાઈ!
કયારેક ભૂલ કર્યા પછી સર્વથા અસ્વીકાર થાય છે ક્યારેક ભૂલ કર્યા પછી સામાજિક ધોરણે ભૂલને થોડો સ્વીકાર કરાય છે, થોડું છૂપાવીએ છીએ. આ કર્માધીન આત્માને સ્વભાવ છે. હવે તારે ધર્માધીન બનવાનું છે, શાસ્ત્રાધીન બનવાનું છે તેથી જ કહ્યું પાપનું ગૂહન પણ નહિ કરવાનું અને પાપને છૂપાવવાનું પણ નહિ ગૃહન એટલે થોડી વાત કરવી, થોડી છૂપાવવી, કાંટો ઘોડો નીકળશે અને થોડે રહેશે તો તેને કળ વળશે? મોઢું બધું સારું થઈ જશે પણ દાંતમાં જરાક કરચર રહેશે તે જીભ ત્યાં જ જશે. થોડું પણ પાપને છુપાવવા દારા તે પાપનો પક્ષ કર્યો. અપરાધના જ બીજ ઉંડા કર્યા, પ્રાયશ્ચિત લેવા છતાં તે પાપને સ્થિર કર્યું. તેથી સમજી વિચારીને વર્તજે. સાધુ અપૂર્ણ આલેચના લે તે ન ચાલે, તો. પછી સર્વથા અપરાધનો સ્વીકાર ના કરે તે કેમ ચાલે? મનક!
પાપને સર્વથા સ્વીકાર કરવાનો પાપને જરાપણ છૂપાવવાના નહિ. શુદ્ધ સાધુતાના પાલન માટે આ ખૂબ જરૂરી છે. ખુદની ભૂલને