________________
૧૧૧
સલ હોય - ખામી મારા પુરૂષાર્થની – ખામી મારા સમર્પણની – ખામી મારા પુણ્યની પણ હું શિષ્ય.સાચો શિષ્ય – ગુરૂવચન સફળ કરવા જ જીવી રહ્યો છું. આહાર કરૂં કે આરામ કરૂં – અધ્યયન કરું કે આલોચના કરું તપ કર્યું કે દયાન કરું પણ મારા શિષ્યત્વનો પ્રાણ ગુરૂએજ્ઞાને સફળ કરવામાં...
સમસ્ત સાધકે ગુરૂવચન સફળ કરવાની સાધના કરવાની છે. જેમ આમન્યા વગર વિદ્યા સિદ્ધ ન થાય. તેમ સાધુકુળની આમન્યા વગર, સિદ્ધિ ના મળે. આપણે ગુરૂવચન સફળ કરનાર મહાત્માના શુભાશિષ પ્રાપ્ત કરીએ. તેમને વિનવીએ– તેમની પાસે કાકલુદી કરીએ – ગુરૂવચન સફળ કરવાની સાધનાના રહસ્ય અમને સમજાવે – આપના પંથના અમે ચાહક છીએ. આપના અમે ઉપાસક બનીએ એવા આશિષ આપે...
દ, '
S