________________
૧૦૩
આચાર એટલે સન્માર્ગ નિરવઘ પ્રવૃત્તિ કર્તવ્ય. અનાચાર એટલે ઉન્માર્ગ સાવધ પ્રવૃત્તિ અકર્તવ્ય. ભૂખ લાગી એટલે ખાવા લાગી જવું તે આહાર સંજ્ઞા !
ભૂખ લાગે છતાં ક, એપણીય મળે તે જ આહાર લેવો તે ગૌચરી આચાર.
થાક લાગે એટલે સુઈ જવું તે ઘસંજ્ઞા!
થાક લાગે છતાં સ્વાધ્યાય કરી ગુરુની સેવા કરી ભૂમિનું પ્રમર્જન કરી રાત્રિના પ્રથમ પ્રહર બાદ સંથારો કરવો તે સાધ્વાચાર.
કોઈ કડવો શબ્દ કહે અને પથ્થરને જવાબ પથ્થરથી આપવા તે ક્રોધ સંજ્ઞા.
કોઈ કડવો શબ્દ કહે ત્યારે એ સંસારી છે પણ ધર્મ ક્ષમા છે. એમ વિચારી જવાબ આપે ને ઉપશાન રહે તે સાધ્વાચાર.
સુખને સ્વીકાર કરવો ને દુ:ખના પ્રતિકારમાં લાગ્યા રહેવું તે આશ્રવ–આચાર.
દુ:ખનો આનંદ સાથે સ્વીકાર અને સુખના માટે પૂર્ણ બેપરવાઈ તે સંવરનો આચાર.
પ્રતિક્ષણ તારે આચાર અને અનાચારના પૃથક્કરણ કરવા પડશે. આશ્રવ અને સંવરના ભેદને પારખવા પડશે. ચઢે તે પડે, ભણે તે ભૂલે, આરાધના કરતાં વિરાધના થાય, સેવા કરતાં આશાતના થાય, તેમ આચારનું પાલન કરતાં કયારેક અનાચાર થઈ જાય. કોઇક અપરાધ અજ્ઞાનના કારણે થશે. કેઈક ભૂલ સદગુરુની નિશ્રાના અભાવે થશે કોઈક ભૂલ પાપની આદતના કારણે થશે. પણ જાણે-અજાણે છદ્મસ્થ હોવાથી આચારમાં વિચારનું મિલન ન રહે. ગુરુ ગૌતમસ્વીમીની પણ ભૂલ થાય. તને હિતશિક્ષા આપનાર મારી પણ ભૂલ થાય. પણ ભૂલ થયા બાદની અવસ્થા એ આત્મિક યોગ્યતાનું પ્રતિબિંબ છે.