________________
રર: નય દિ
સુયં સર્વે કરી
એક ગુજરાતી કહેવત છે. “ભાવે તેટલું ખવાય નહિ, આવડે તેટલું બોલાય નહિ.
જીભને જે પસંદ હોય તે બધું જ ખાય તો બીજા દિવસે સ્કૃતિમય શરીર રોગનું ઘર બની જાય.
માનવ-માનવને સમજવામાં સહાયક ભાષા, પણ મુખ પર આવે તેટલું બોલે તો ઘર-ઘરમાં મહાભારત અને રામાયણ સર્જાય.
મહાભારત અને રામાયણના યુદ્ધના મૂળ શામાં રહેલાં છે? જેવું જોયું તેવું બોલવામાં? જેવું ગમ્યું તેવું કહેવામાં? જુગાર અને રાજ્યલિસા તેના મૂળમાં નથી. આ તો બીજ રોપાઈ ગયા બાદ સિંચાયેલા પરિબળો છે.
યુદ્ધના મૂળ હતા દ્રૌપદી અને મંથરાની વાણીમાં. એક સંસારીને પણ રાંચમી વાણી જોઇએ – વિવેકી વાણી જોઈએ તો એક સાધુ મહાત્માની વાણી એટલે? તેથી જ પૂ. શય્યભવસૂરિ મહારાજ હિતશિક્ષા આપી રહ્યાં છે
મનક ! પૃથ્વી પર મનહર મધુરા આમ્રવૃક્ષ છે. તે કડવા લીંબડાના વૃક્ષો. પણ છે. આમ અને લીંબ એક જ ધરતીની પેદાશ છે. હવા અને - પ્રકાશ બધું સમાન છતાં ફરક કેમ? આંબાના બીજે ધરતીના મૂળમાંથી.
મીઠાશ શોધી શોધીને ખેંચી લીધી લીંબડાના બીજે ધરતીના પેટાળમાંથી ખેંચી ખેંચીને કડવાશ એકઠી કરી. ધરતીમાં તો બંને તો.