________________
૯૬
તો તેમના વ્યકિતત્વને અનુરૂપ પ્રશ્ન પૂછાય વાત કરાય. તાવની વાત. કરવામાં રાષ્ટ્રપતિનું અપમાન...તો કોઇક ધર્મપ્રેમી ધર્માભિલાષી ધર્મેન્દ્ર
છુ આગળ કોઈની નિંદા દોષ કહેવા. તેની બુરાઈ કરવી તે ધર્મનું અપમાન નથી? તેના વ્યકિતત્વને અનાદર નથી?
ભયંકરમાં ભયંકર પાપી પણ દ્રવ્યસિદ્ધ છે. તેથી તેની સમક્ષ જીવની બુરાઈ કરવી તે તેની જાતિનું અપમાન છે. એક સાધારણ સજજન મનુષ્ય પણ આવું અકર્તવ્ય ના કરે તે જગતના શિક્ષક સમા સાધુ કયા અનુભવો કહે? કયી વાત કરે ?
- સાધુ જેમ વિશિષ્ટ કારણ વિના પોતાની આત્મકથા ના કરે, સાધુ જેમ પોતાના રૂપના વર્ણન ના કરેસાધુ જેમ પોતાની વિદતાના ગીત ના ગાય. સાધુ જેમ પોતાના કુળની બડાઈ ના કરે, તેમ સાધુ પિતાના અનુવના પ્રદર્શન ના કરે તે પછી જેટલું જોયું, જેટલું સાભળ્યું તે બેલાય જ કેમ? જેમ કુલવધૂના પ્રદર્શન ના થાય. તેમ આપણા અનુભવના પ્રદર્શન કરાય?
જેમ જલપાન કરવાનું પણ ગાળીને જ પાણી પીવાય. કેરી ખાવાની પણ ગોટલા કાઢીને જ ખવાય કેળા ખાવાના પણ છાલ કાઢીને જ ખવાય.
તેમ સાધુ જોયેલું અને સાંભળેલું બધું ના બોલે, શાસ્ત્ર આજ્ઞા દ્વારા દરેક વચનને પવિત્ર કરીને જ બોલે.
વર્ષો સુધી શાસ્ત્રોને અભ્યાસ કર, મૃષાવાદ વિરમણ મહાવ્રતના સંપૂર્ણ સ્વરૂપને સમજ ભાષા સમિતિ અને વચન ગુપ્તિને આત્મસાત બનાવ આક્રોશ તાડના તર્જનાને સહન કર. માન અપમાનને પચાવતા શીખ પછી જ ગુરૂ આજ્ઞા લઈને જરૂર પડે તે બેલવાનું અયોગ્ય બિનજરૂરી વિઘાતક વાતને વિસારી સ્વ અને પર ઉપકાર જ વંચન બોલવાનું. જો આવી રીતે બોલીશ તો તારામાં વચનસિદ્ધિ પ્રગટશે. તારું વચન અમેઘ થશે.